આમિરે આ ભૂલ વિશે વાત કરીને કહ્યું હતું કે તેને આ વાતનો પસ્તાવો છે અને લાસ્ટ એડિટિંગમાં એ ભાગને હટાવવાનો કોઈ રસ્તો નહોતો, કારણ કે એનાથી આખી ફિલ્મ પ્રભાવિત થતી.
ફિલ્મ ‘દંગલ’
બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેણે પહેલવાન મહાવીર સિંહ ફોગાટની ભૂમિકા ભજવી હતી. રિલીઝ બાદ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. આમિર ખાન પોતાની ફિલ્મોમાં નાનામાં નાની વાતનું ધ્યાન રાખે છે, પણ તેણે ‘દંગલ’માં એક ભૂલ કરી હતી જે અમિતાભ બચ્ચને પકડી પાડી હતી.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં આમિરે આ ઘટનાક્રમ વિશે વાત કરી હતી કે ‘મને લાગે છે કે ‘દંગલ’ મારી સૌથી સારી ઍક્ટિંગવાળી ફિલ્મ છે. ફિલ્મમાં માત્ર એક શૉટ છે જે મેં ખોટો કર્યો હતો અને અમિતાભ બચ્ચન એટલા શાર્પ છે કે તેમણે એ શૉટ પકડી પાડ્યો. મેં તેમને પૂછ્યું કે તમને ફિલ્મ કેવી લાગી? તેમણે કહ્યું કે બહુ સારી, પરંતુ એક શૉટમાં તમે પાત્રમાંથી બહાર હતા. એ સીન રેસલિંગ સીક્વન્સ દરમ્યાનનો છે, જ્યાં હું ઊભો થઈને કહું છું, ‘યસ.’ એ શૉટ મેં ખોટો કર્યો હતો, કારણ કે મહાવીર ફોગાટનું પાત્ર ક્યારેય ‘યસ’ ન કહી શકે. તે ‘વાહ’ અથવા ‘શાબ્બાશ’ કહી શકે. એ સીનને એડિટિંગમાં હટાવી શકાયો નહીં.’
ADVERTISEMENT
આમિરે આ ભૂલ વિશે વાત કરીને કહ્યું હતું કે તેને આ વાતનો પસ્તાવો છે અને લાસ્ટ એડિટિંગમાં એ ભાગને હટાવવાનો કોઈ રસ્તો નહોતો, કારણ કે એનાથી આખી ફિલ્મ પ્રભાવિત થતી.

