Rani Mukerjiની પહેલી હિટમાં તેના અવાજને કરવામાં આવ્યો ડબ
Rani Mukerjiની ફિલ્મ Mardaani 2 કાલે રિલીઝ થઈ અને પહેલા જ દિવસે લગભગ ચાર કરોડ રૂપિયાની કમાણી થઈ છે. ફિલ્મને સારા રિવ્યૂ મળી રહ્યા છે, દર્શકો પણ આથી ખૂબ જ ખુશ છે. ફિલ્મમાં પોલીસ ઑફિસરના જબરજસ્ત રોલમાં રાની મુખર્જીએ કમાલ કર્યો છે. જેટલું દમદાર તેનું વ્યક્તિત્વ રહ્યું, તેટલો જ તેનો અવાજ. પણ તેના આ ભારે અને ફાટેલા અવાજને કારણે રાની મુખર્જીને સંઘર્ષ ઓછો નથી કરવો પડ્યો. એક સુપરહિટ ફિલ્મમાં તો તેના અવાજ લેવામાં ન આવ્યો. ઘણાં ઓછા લોકોને ખબર હશે કે રાની મુખર્જીની પહેલી કમર્શિયલ સક્સેસ ફિલ્મ 'ગુલામ'માં તેનો અવાજ ડબ કરવામાં આવ્યો હતો.
આમિર ખાન સ્ટારર આ ફિલ્મમાં રાનીએ અલિશાનું પાત્ર ભજવ્યું હતું જો કે મોટર બાઇક રેસ ગેન્ગની મેમ્બર હતી. રાનીના અવાજને મોના ઘોષ શેટ્ટીએ ડબ કર્યો હતો કારણકે રાનીનો અવાજ નિર્માતાઓને ફીમેલ એક્ટ્રેસ જેવો લાગતો ન હતો. તેનો અવાજ ભારે અને ફાટેલો અનુભવાતો હતો.
ADVERTISEMENT
આ વિશે રાનીએ ખુલાસો કર્યો કે તેના અવાજને કારણે તેના પોતાના સંઘર્ષ રહ્યા છે. તે કહે છે કે, "જ્યારે મેં ફિલ્મો કરવાની શરૂઆત કરી હતી, તો મને નથી લાગતું એવી એક્ટ્રેસિસ હતી જેમનું મારી જેમ ભારે અવાજ હતો. તેમનો મીઠો, મધુર અવાજ હતો. મારો મીઠો અવાજ ક્યારેય ન હતો અને એક્ટ્રેસ માટે, તે પણ ડેબ્યૂટેંટ માટે એવો અવાજ અલગ માનવામાં આવતો હતો. રાજા કી આએગી બારાત મારો અવાજ મારો પોતાનો હતો. પણ ગુલામમાં મારો અવાજ ડબ કરવામાં આવ્યો હતો."
તેણે એ પણ કહ્યું, "આ એટલા માટે કરવામાં આવ્યું કારણકે આખી ટીમને લાગ્યું તે આ રોલ માટે મારો અવાજ યોગ્ય નથી. મને મારા અવાજને ગુલામમાં ત્યાગવું પડ્યું."
આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ
જો કે તેણે એ પણ કહ્યું કે કરણ જોહર જેવા ફિલ્મમેકર્સ પણ હતા જેમણે તેને ખૂબ જ સપોર્ટ કર્યો. તેણે ખુલાસો કર્યો કે કરણે તેના ફાટેલા અને ભારે અવાજને સહજ હોવા માટે સપોર્ટ કર્યો. તેણે કહ્યું, "મારા નસીબ હતા કે કરણ જોહર જેવા લોકોપણ હતા જે કુછ કુછ હોતા હૈ સાથે ડેબ્યૂ કરી રહ્યા હતા. તે મારી પાસે આવ્યા અને મને કહ્યું કે મેં સાંભળ્યું છે તમારો અવાજ ગુલામમાં ડબ થઈ રહી છે કારણકે ગુલામ અને કુછ કુછ હોતા હૈ એક જ સમયે બનતી હતી. મેં તેમને જણાવ્યું કે તે માને છે કે તેનો અવાજ સારો નથી. કરણે કહ્યું કે તેમને મારો અવાજ પસંદ છે અને મારો અવાજ જ ફિલ્મમાં રાખશે. તેમનો આભાર અને કુછ કુછ હોતા હૈ એવી મેનસ્ટ્રીમ ફિલ્મ બની જે બ્લૉકબસ્ટર રહી. ફિલ્મમાં લોકોએ મારા અવાજનો સ્વીકાર કર્યો. કોઇક રીતે મારો અવાજ મારી ઓળખ બન્યો."

