નોરા ફતેહીને ભુજ:ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયાના શૂટિંગ દરમ્યાન કપાળ પર ઇજા થઈ
નોરા ફતેહી હાલમાં જ ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ના શૂટિંગ દરમ્યાન ઇન્જર્ડ થઈ હતી. અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, શરદ કેલકર, એમી વિર્ક અને પ્રનિતા સુભાષ પણ તેની સાથે આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન ઇન્ડિયન એરફોર્સ પાયલટ વિજય કાર્નિકનું પાત્ર ભજવી રહ્યો છે. તેમ જ સોનાક્ષી સુંદરબેનનું પાત્ર ભજવી રહી છે, જેમણે ૧૯૭૧માં ઇન્ડિયા-પાકિસ્તાનની લડાઈ દરમ્યાન રન-વે બનાવવા માટે ૨૯૯ મહિલાઓને મનાવી હતી. આ ફિલ્મમાં નોરા પણ એક મહત્ત્વની ભૂમિકામાં છે. તેની ભૂમિકા વિશે જાણ કરવામાં નથી આવી, પરંતુ એક ઍક્શન સ્ટન્ટ દરમ્યાન તેને કપાળ પર ઇજા થઈ હતી. આ વિશે નોરાહ ફતેહીએ કહ્યું હતું કે ‘હું ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’નું ભોપાલમાં શૂટિંગ કરીને હાલમાં જ પાછી આવી છું. આ શૂટિંગ દરમ્યાન ઘણાં ઇમોશનલ અને હાઇ-ઑક્ટેઇન સ્ટન્ટનો સમાવેશ થયો હતો, જેમાં મને ઘણી ઇજા થઈ હતી. એક દૃશ્યમાં મારા કો-ઍક્ટરે ગનને સીધી મારા ચહેરા પર ફેંકી હતી અને એને કારણે કપાળમાંથી લોહી નીકળી આવ્યું હતું અને સોજો પણ થઈ ગયો હતો. અમારું શેડ્યુલ ટાઇટ હોવાથી મેં ઇજાને કારણે પણ શૂટિંગ ચાલું રાખ્યું હતું. એક અઠવાડિયા સુધી મારા કપાળ પર એનું નિશાન રહ્યું હતું.’

