આ એક હળવી કૉમેડી ફિલ્મ છે. ફિલ્મમાં એવું દેખાડવામાં આવશે કે ઓમી એક એનઆરઆઇ સમરના રોલમાં દેખાવાનો છે. તે અમેરિકામાં સેટલ છે અને લગ્ન માટે ભારત આવે છે
ઓમી વૈદય
‘થ્રી ઇડિયટ્સ’માં ચતુર રામલિંગમનો રોલ કરનાર ઓમી વૈદ્યને તો કોઈ ન ભૂલી શકે. ફિલ્મમાં એવું દેખાડવામાં આવ્યું હતું કે તેને હિન્દી બોલતાં નથી આવડતું. તેના કૉમિક ટાઇમિંગના લોકો ફૅન બની ગયા છે. તે હવે મરાઠી ફિલ્મ ‘આઇચ્યા ગાવાત મરાઠીત બોલ’માં ઍક્ટિંગ કરવાની સાથે એને ડિરેક્ટ પણ કરવાનો છે. આ એક હળવી કૉમેડી ફિલ્મ છે. ફિલ્મમાં એવું દેખાડવામાં આવશે કે ઓમી એક એનઆરઆઇ સમરના રોલમાં દેખાવાનો છે. તે અમેરિકામાં સેટલ છે અને લગ્ન માટે ભારત આવે છે. જોકે અહીં તેની સાથે કાંઈક અણધાર્યું બને છે. ફિલ્મનું પોસ્ટર પણ શૅર કરવામાં આવ્યું છે. ફિલ્મ ૧૯ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં ઓમી સાથે સંસ્કૃતિ બાલગુડે, પાર્થ ભાલેરાવ, વિદ્યાધર જોશી, ઇલા ભાતે, કિશોરી શહાણે અને ઉદય ટિકેકર પણ જોવા મળશે.


