પાળતુ પ્રાણીઓના મેડિકલ ચેક-અપથી લઈને તેમને મનગમતી વાનગીઓ ખાવાની મજા અહીં મળશે.
ડૉગી વેલનેસ પાર્ટી
ડૉગી વેલનેસ પાર્ટી
ડૉગી બાઝાર અને યોડા સંસ્થા સાથે મળીને તમારા પેટ્સ માટે એક મજાની પાર્ટી યોજી છે. એમાં તમારા પેટ્સ મન ભરીને રમી શકશે અને તેમની હેલ્થ, ન્યુટ્રિશન અને ગ્રૂમિંગની તમામ ફેસિલિટી વન રૂફ હેઠળ મેળવી શકશે. પાળતુ પ્રાણીઓના મેડિકલ ચેક-અપથી લઈને તેમને મનગમતી વાનગીઓ ખાવાની મજા અહીં મળશે. અમુક કામ માટે ડૉગીને ટ્રેઇન કરવા શું કરવું એનું માર્ગદર્શન પણ અહીં મળશે.
ક્યારે? : ૯ જુલાઈ
સમયઃ ૧૨થી ૩
ક્યાં? : સ્મોકી ઍન્ડ ચાર્લી, રૉયલ પામ્સ એસ્ટેટ, આરે કૉલોની, ગોરેગામ-ઈસ્ટ
કિંમતઃ એન્ટ્રી ફ્રી
રજિસ્ટ્રેશનઃ allevents.in
સારસગઢ મૉન્સૂન ટ્રેક
ADVERTISEMENT
સુખવિન્દર સિંહ લાઇવ
‘છૈયા છૈયા...’, ‘રમતા જોગી...’ ‘ચક દે...’, જેવાં રોમૅન્ટિકથી લઈને પાવરફુલ પર્ફોર્મન્સવાળાં ગીતો દ્વારા બૉલીવુડમાં ધૂમ મચાવનારા સિંગર સુખવિન્દર સિંહને લાઇવ સાંભળવાનો મોકો આપ્યો છે સિદ્ધાર્થ એન્ટરટેઇનર્સ દ્વારા યોજાયેલી કૉન્સર્ટે. ગ્રૅમી અવૉર્ડ અને અૅકેડમી અવૉર્ડ ફૉર ઓરિજિનલ સૉન્ગ જીતનારા સ્લમડૉગ મિલ્યનેરના ‘જય હો...’ સૉન્ગ ઓરિજિનલ સિંગરના મોંએ સાંભળવા મળશે.
ક્યારે? : ૭ જુલાઈ
સમયઃ ૭ વાગ્યાથી
ક્યાં? : ષણ્મુખાનંદ હૉલ
કિંમતઃ ૭૫૦ રૂપિયાથી
રજિસ્ટ્રેશનઃ bookmyshow
બિસ્કિટ અને ટાર્ટની કૅન્ડલ બનાવવી છે?
લિટલ યોગી આર્ટ કાર્નિવલ
સમર બીચ ફિંગર પેઇન્ટિંગ
બાળકોને આંગળીથી રંગો સાથે રમવા દો તો એ રિલૅક્સિંગ અનુભવ ક્રીએટિવિટી પણ ખીલવે છે. ઍક્રિલિક પેઇન્ટ્સ વાપરીને આંગળીથી બીચ પર કોઈ ફરતું હોય એવું દૃશ્ય ક્રીએટ કરતાં શીખવતી વર્કશૉપ છે. કોઈ અનુભવ ન હોય તો પણ મજા આવશે.
ક્યારે? : ૮ જુલાઈ
સમયઃ ૧૧થી ૧.૩૦
ક્યાં? : થર્ડ વેવ કૉફી, ઘાટકોપર
કિંમતઃ ૧૬૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ allevent.in


