તેમણે અયોધ્યા જમીન વિવાદ, કલમ 370 અને સમલૈંગિકતાને અપરાધમુક્ત કરવા સહિત અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપ્યા હતા. હંમેશાં પોતાના મનની વાત કહેતા જસ્ટિસ ચંદ્રચૂડે ૫૦૦થી વધુ ચુકાદાઓ લખ્યા હતા, જેમાંથી કેટલાકની ટીકા થઈ હતી અને ઘણાની તો પ્રશંસા પણ થઈ હતી
ક્રૉસલાઇન
જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડ
દેશના સૌથી પ્રભાવશાળી અને બે વર્ષના સૌથી લાંબા સમયગાળા માટે દેશના ચીફ જસ્ટિસ રહેલા જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડ ૧૦ નવેમ્બરે નિવૃત્ત થયા. તેમના સ્થાને જસ્ટિસ સંજીવ ખન્ના ૫૧મા ચીફ જસ્ટિસ બન્યા છે. તેમનો કાર્યકાળ માત્ર છ મહિના અને એક દિવસનો રહેશે, કારણ કે આગામી વર્ષે ૧૩ મેએ તેઓ નિવૃત્ત થવાના છે.