ઈરાન પર પ્રતિબંધની જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતાએ સેફ હેવન ડિમાન્ડ વધી: મુંબઈમાં ચાંદી ૯૫ હજાર રૂપિયાની સપાટી પાર કરીને સર્વોચ્ચ ઊંચાઈએ
પ્રતીકાત્મક તસવીર
ડૉનલ્ડ ટ્રમ્પનો કન્ટ્રોવર્શિયલ અપ્રોચ સતત આગળ વધતો હોવાથી સોના-ચાંદીમાં વણથંભી તેજીની આગેકૂચ જોવા મળી હતી. કૅનેડા, મેક્સિકો અને ચીન સાથે ટૅરિફનો મામલો નીપટ્યા બાદ હવે નવા ટાર્ગેટમાં ઈરાન પર પ્રતિબંધ હોવાથી સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ સતત વધી રહી છે. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને નવી ઊંચાઈએ ૨૮૭૪.૩૦ ડૉલર અને ચાંદી વધીને ૩૨.૪૮ ડૉલરે પહોંચી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું ચાલુ સપ્તાહે સતત છઠ્ઠે સપ્તાહે વધ્યું હતું.



