શૅરના ભાવ ઘટવા છતાં બૅન્કને કોઈ આંચકો નહીં લાગેઃ એસબીઆઇ
૨૭,૦૦૦ કરોડ રૂપિયાનું એક્સ્પોઝર અદાણી ગ્રુપમાં છે એસબીઆઇ
એક ટોચના અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપમાં એસબીઆઇનું કુલ એક્સ્પોઝર કુલ લોનના ૦.૮૮ ટકા અથવા લગભગ ૨૭ હજાર કરોડ રૂપિયા છે અને દેશની સૌથી મોટી ધિરાણકર્તા એના રોકાણ પર કોઈ આંચકાની કલ્પના કરતી નથી.
એવા સમયે જ્યારે જૂથના શૅરના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સરકારની માલિકીની ધિરાણકર્તાએ જણાવ્યું હતું કે એણે પોર્ટ-ટુ-માઇનિંગ જૂથને શૅરો સામે કોઈ લોન લંબાવી નથી.
એસબીઆઇના ચૅરમૅન દિનેશ ખરાએ સ્પષ્ટતા કરી હતી કે નૉન-ફન્ડ એક્સપોઝર ક્રેડિટ અને પર્ફોર્મન્સ બૅન્ક ગૅરન્ટી પત્રો પૂરતું મર્યાદિત છે અને એ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના જૂથની કોઈ પણ ઇક્વિટી વધારવા અથવા સંપાદન પ્રવૃત્તિઓ સાથે સંબંધિત નથી.
જ્યાં સુધી ક્વૉન્ટમનો સંબંધ છે, એ અમારી કુલ લોન બુકના ૦.૮૮ ટકા છે. તેમણે લીધેલી લોનની જવાબદારીઓ પૂરી કરવાની તેમની ક્ષમતાના સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારના પડકારની કલ્પના કરતા નથી, એમ ખારાએ ઉમેર્યું હતું. જૂથનો ઉત્તમ પુન:ચુકવણી રેકૉર્ડ છે.