જ્યારે કાર માટે ક્રૅશ રેટિંગની વાત આવે છે ત્યારે ૫-સ્ટાર સેફ્ટી રેટિંગ માટે ગ્રાહકની મહત્તમ પસંદગી ૨૨.૨ ટકા જોવા મળી હતી અને ૪-સ્ટાર રેટિંગ માટે ૨૧.૩ની નજીકથી પસંદગી જોવા મળી હતી.
પ્રતીકાત્મક તસવીર
કારની ખરીદીમાં ગ્રાહકો માટે કારની સલામતીનું રેટિંગ, ઍર-બૅગ્સ જેવાં સેફ્ટીનાં મુખ્ય ફીચર્સ ગ્રાહકોની ખરીદીના નિર્ણય માટેની પહેલી પ્રાયોરિટી છે એમ એક સર્વેનાં તારણોમાં બહાર આવ્યું છે.
સ્કોડા ઑટો ઇન્ડિયા અને એનઆઇક્યુ બેસિસ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ ઈંધણ-કાર્યક્ષમતા કાર ખરીદતી વખતે લોકપ્રિય પાસાંઓમાંનું એક છે.
સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે આ અભ્યાસમાં ૧૦માંથી નવ ગ્રાહકોને કારની સુરક્ષા-વિશેષતાઓ તરફ ભારે ઝોક હોવાનું બહાર આવ્યું છે, જેમણે વિચાર્યું હતું કે ભારતમાં તમામ કારને સલામતી રેટિંગ હોવું જોઈએ.
તારણો મુજબ કારનું ક્રૅશ રેટિંગ ૨૨.૩ ટકાના મહત્ત્વના સ્કોર સાથે કારની ખરીદીના નિર્ણયમાં ટોચનું કારણ હતું અને ત્યાર બાદ ૨૧.૬ ટકાના સ્કોર સાથે ઍર-બૅગ્સની સંખ્યા હતી. જ્યારે કાર માટે ક્રૅશ રેટિંગની વાત આવે છે ત્યારે ૫-સ્ટાર સેફ્ટી રેટિંગ માટે ગ્રાહકની મહત્તમ પસંદગી ૨૨.૨ ટકા જોવા મળી હતી અને ૪-સ્ટાર રેટિંગ માટે ૨૧.૩ની નજીકથી પસંદગી જોવા મળી હતી.
એ જણાવે છે કે કાર ખરીદતી વખતે ૧૫ ટકાના મહત્ત્વના સ્કોર સાથે ઈંધણની કાર્યક્ષમતા ત્રીજા સૌથી મહત્ત્વપૂર્ણ ડ્રાઇવર તરીકે ઊભરી આવી છે.