Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ડૉલરના મુકાબલે રૂપિયો ૯૬.૧૪ના ઐતિહાસિક ઑલટાઇમ લો સ્તરે

ડૉલરના મુકાબલે રૂપિયો ૯૬.૧૪ના ઐતિહાસિક ઑલટાઇમ લો સ્તરે

Published : 16 May, 2026 08:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૫ના ડિસેમ્બરમાં પહેલી વાર ૯૦ના સ્તરને પાર કર્યું હતું અને પછી પાંચ મહિનામાં વધુ ૬ રૂપિયા ગગડ્યો રૂપિયો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ગઈ કાલે ૧૫ મેએ ડૉલરની સરખામણીએ રૂપિયો વધુ ૫૦ પૈસા ગગડીને પહેલી વાર ૯૬ રૂપિયાના સ્તરને પાર કરીને રેકૉર્ડબ્રેક નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આ પહેલાં ગુરુવારે રૂપિયો ૯૫.૬૪ રૂપિયા પહોંચ્યો હતો. છેલ્લા થોડાક મહિનાથી રૂપિયાની કિંમત સતત ઘટી રહી છે. ૨૦૨૬ની શરૂઆતથી જ રૂપિયો દબાણમાં છે. ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં પહેલી વાર રૂપિયો ૯૦ રૂપિયાના સ્તરને પાર પહોંચ્યો હતો. એ પછી રૂપિયાની કિંમતમાં સતત અને અતિશય ઝડપી ઘટાડો થયો છે. માર્કેટના એક્સપર્ટ્સનું માનવું છે કે જો હજી પણ કાચા તેલની કિંમતો વધતી જ રહી અને જિયોપૉલિટિકલ તનાવ ઘટ્યો નહીં તો બહુ જલદીથી રૂપિયો ૧૦૦ના આંકડાને પણ પાર કરી જઈ શકે છે.

રૂપિયો ગગડવાનાં મુખ્ય કારણો શું?



અમેરિકા-ઈરાન યુદ્ધ : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે હોર્મુઝ રૂટ પર સપ્લાય અવરોધાવાને કારણે બજારમાં ડર પેદા થઈ ગયો છે. રોકાણકારો સુરક્ષિત રોકાણો માટે ડૉલર તરફ ભાગી રહ્યા છે.


કાચા તેલના ભાવ : ભારતની કુલ જરૂરિયાતનું ૮૫ ટકા કાચું તેલ આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રૅન્ટ ક્રૂડ ૧૦૭ ડૉલર પ્રતિ બૅરલને પાર નીકળી ગયું છે. તેલ મોંઘું થવાથી ભારતને વધુ ડૉલર ચૂકવવા પડી રહ્યા છે અને રૂપિયા પર દબાણ વધ્યું છે.

ડૉલરની મજબૂતી : દુનિયાની મુખ્ય છ કરન્સીની સરખાણીમાં ડૉલરની મજબૂતી માપતો ઇન્ડેક્સ ૯૯.૦૫ના સ્તર પર પહોંચી ગયો છે. ગ્લોબલ માર્કેટમાં ડૉલર મજબૂત થતાં રૂપિયો અને અન્ય એશિયન કરન્સી નબળી પડે છે.


વિદેશી રોકાણકારો છૂટી રહ્યા : વિદેશી રોકાણકારો ભારતીય શૅરબજારમાંથી સતત પૈસા કાઢી રહ્યા છે. બજારમાંથી ડૉલર બહાર જવાને કારણે રૂપિયાની વૅલ્યુ ઘટી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK