Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૮૩૦, ૨૨,૮૬૫ અને નીચામાં ૨૨,૨૬૮ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૮૩૦, ૨૨,૮૬૫ અને નીચામાં ૨૨,૨૬૮ મહત્ત્વની સપાટીઓ

Published : 12 October, 2026 10:27 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૨૬૮.૯૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૮૨.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૨,૬૧૨.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ  ૫૬૨.૬૩ પૉઇન્ટના નેટ સુધારે ૭૨,૪૭૨.૩૩ બંધ રહ્યો. ઉપરમાં ૭૨,૮૮૦ ઉપર ૭૩,૦૬૩, ૭૩,૦૬૮ કુદાવે તો સુધારાતરફી ગણાય તેમ જ ૭૩,૨૧૦ કુદાવે તો ૭૪,૩૩૭, ૭૪,૬૮૦ , ૭૫,૦૪૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૧,૨૯૨ નીચે ૭૧,૦૦૦ તૂટે તો ૬૯,૧૩૦, ૬૭,૨૪૦, ૬૩,૪૬૦ વધ-ઘટે ૬૦,૦૦૦ સુધી પણ આવી શકે. બજાર હાઇલી ઓવરસોલ્ડ ઝોનમાં છે એટલે પ્રત્યાઘાતી સુધારો અનિવાર્ય ગણાય. જે ધારણા મુજબ ન પણ હોય. સૉફ્ટવેર શૅરોમાં લાવલાવમાં ચડી ન જવું, નહીંતર ઊતરવું ભારે પડશે. ઇન્ફોસિસમાં પણ ચાર્ટ મુજબ હજી મોટો ઘટાડો બાકી છે. મારુતિ, લીવર, M&M, રિલાયન્સમાં પણ ઉછાળા છેતરામણા નીવડશે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે  મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૨,૨૭૬ અને ૨૧,૮૬૦  ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૭૮૨.૧૨ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



નૅશનલ ઍલ્યુમિનિયમ (૩૧૫.૯૦): ૪૨૧.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૮ ઉપર ૩૩૫, ૩૩૮ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૩૧૦ નીચે ૩૦૯, ૨૮૮, ૨૬૯ સુધીની શક્યતા જોવા મળશે.


હીરો મોટર (૪૮૯૫.૫૦) : ૫૪૪૮.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક  ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦૨૫ ઉપર ૫૧૪૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૪૮૨૫ તૂટે તો નીચે ૪૭૭૦, ૪૬૮૫, ૪૬૦૪   સુધીની શક્યતા જોવા મળશે.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૫,૪૭૯.૬૦): ૫૮,૩૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૬૫૪ ઉપર ૫૬,૭૮૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૪,૬૧૦, ૫૪,૩૧૨, ૫૩,૮૧૦ તૂટે તો ૫૨,૮૭૨ મહત્ત્વની સપાટી ગણાય. 


નિફ્ટી ફ્યુચર (૨૨,૬૧૨.૬૦): ૨૪,૭૫૮.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં  ૨૨,૭૮૨ ઉપર ૨૨,૮૩૦, ૨૨,૮૬૫ કુદાવે તો ૨૩,૧૨૫, ૨૩,૪૮૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૨,૨૬૮ નીચે ૨૧,૮૬૦ તૂટે તો વધ-ઘટે ૧૮,૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

SONA BLW (૭૮૩.૩૦): ૮૩૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ,  અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૦૩ ઉપર ૮૧૫, ૮૨૬ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૭૭૪ નીચે ૭૫૯ તૂટે તો ૭૩૫, ૭૦૬ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

TCS (૨૧૫૬.૦૦): ૨૦૩૨.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૭૭ ઉપર ૨૨૦૬, ૨૨૩૪, ૨૨૬૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૧૪૮ નીચે ૨૧૧૯, ૨૦૯૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

શૅરની સાથે શેર: એકબીજાને કદી સમજી ગયા, સમજી લો કે જિંદગી સમજી ગયા. - જય કાંટવાલા

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 10:27 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK