ચાર્ટ પર બે મોટા તેજી ગૅપ પડી ચૂક્યા છે જે ચિંતાજનક છે. બજાર ફક્ત સાત જ દિવસમાં ૭૧૯૧ પૉઇન્ટ વધી ગયું છે.
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૨૫૨ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૯૩૩.૬૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૮૫૧.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૩૯૫.૯૪ પૉઇન્ટના નેટ સુધારે ૭૮,૫૫૩.૨૦ બંધ રહ્યો. ઉપરમાં ૭૮,૭૪૨ ઉપર ૭૮,૯૧૫, ૭૯,૫૪૦, ૭૯,૬૦૦, ૮૦,૨૭૫, ૮૦,૯૫૦, ૮૧,૬૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૬,૬૬૫, ૭૬,૪૩૫ સપોર્ટ ગણાય. ચાલુ સપ્તાહે માસિક એક્સપાયરી છે. ભારે અફરાતફરી જોવાશે. ચાર્ટ પર બે મોટા તેજી ગૅપ પડી ચૂક્યા છે જે ચિંતાજનક છે. બજાર ફક્ત સાત જ દિવસમાં ૭૧૯૧ પૉઇન્ટ વધી ગયું છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (ટ્રેન્ડને અનુસરતા સિદ્ધાંત મુજબ જ્યારે પાછલું ટૉપ ક્રૉસ થાય ત્યારે અપ ટ્રેન્ડની શરૂઆત અથવા તો અપ ટ્રેન્ડ ચાલુ રહેશે એમ માનવામાં આવે છે અને જ્યારે પાછલું બૉટમ તૂટે ત્યારે ડાઉન ટ્રેન્ડની શરૂઆત અથવા તો ડાઉન ટ્રેન્ડ ચાલુ રહેશે એમ માનવામાં આવે છે. જે ચાર્ટિસ્ટ ટૉપ અથવા બૉટમના સ્ટૉપ લોસે ટ્રેડિંગ કરતો હોય તેને આવા સમયે ખૂબ જ ખોટાં સિગ્નલોનો સામનો કરવો પડે છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૧૯૧.૩૮ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
ઇન્ડસ ટાવર (૩૯૭.૯૦) ઃ ૩૧૨.૭૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૯૯ ઉપર ૪૦૫, ૪૧૪, ૪૨3, ૪૩૩, ૪૪૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૮૪ નીચે ૩૭૫ સપોર્ટ ગણાય.
ઇન્ડસઇન્ડ બૅન્ક (૭૯૪.૭૦) ઃ ૬૦૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૦૧ ઉપર ૮૧૬, ૮૪૬, ૮૭૬, ૯૦૬, ૯૩૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૭૭ નીચે ૭૫૬, ૭૩૩, ૭૨૫ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૪,૨૦૧.૪૦) ઃ ૪૯,૩૬૬.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪,૩૭૩ ઉપર ૫૪,૬૪૦, ૫૫,૧૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૩,૦૦૦ નીચે ૫૨,૩૬૫, ૫૧,૮૦૨ સપોર્ટ ગણાય.

૨૧,૮૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનીક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૮૯૪ ઉપર ૨૪,૦૨૦, ૨૪,૧૬૦, ૨૪,૩૫૦, ૨૪,૫૬૦, ૨૪,૭૪૦, ૨૪,૯૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૩૩૦ નીચે ૨૩,૨૫૨ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
૫૧૩.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯૧ ઉપર ૬૦૦, ૬૦૯, ૬૧૮ સુધીની શક્યતા જોવા મળશે. ૬૧૮ ઉપર વધુ સંગીન સુધારો જોવાય. નીચામાં ૫૬૯ નીચે ૫૬૧ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
૧૦૩૨.૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૯૯ ઉપર ૧૨૧૬, ૧૨૩૮, ૧૨૬૦, ૧૨૮૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૧૭૨ નીચે ૧૧૫૩, ૧૧૩૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.


