Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર : ઉપરમાં ૨૪,૯૦૫ ઉપર ૨૪,૯૮૦ અને નીચામાં ૨૪,૬૫૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર : ઉપરમાં ૨૪,૯૦૫ ઉપર ૨૪,૯૮૦ અને નીચામાં ૨૪,૬૫૦ મહત્ત્વની સપાટીઓ

26 August, 2024 08:20 AM IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૫૩૩ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૬૮.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૮૫૪ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૬૪૯.૩૭ પૉઇન્ટના નેટ સુધારે ૮૧,૦૮૬.૨૧ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૨૩૭ ઉપર ૮૧,૩૦૫ કુદાવે તો ૮૧,૩૪૫, ૮૧,૭૦૦, ૮૨૧૩૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૦,૫૦૦ નીચે નબળાઈ સમજવી. માસિક એક્સપાઇરીનું સપ્તાહ છે. પોઝિશન પ્રમાણે ઊછળકૂદ જોવાશે.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૩,૯૧૨, મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ પણ ૨૧,૨૬૫ ગણાય. (આવા વખતે ધારણા કરતાં વધ-ઘટ ઝડપી હોય છે. આ સમયે મોટા ભાગના ચાર્ટિસ્ટો ગડમથલમાં પડી જતા હોય છે, કારણ કે આવા સંજોગોમાં માર્કેટ ઝડપથી વધી અથવા ઘટી જાય છે અને પછી એટલી જ ઝડપથી એની વિરુદ્ધ દિશામાં ચાલે છે. આના કારણે સારો નફો મેળવી લેણ-વેચાણ ક્યારે કરવું એ નક્કી કરવું મુશ્કેલ પડે છે. આ સમયે માર્કેટની તુલના રબર-બૅન્ડ સાથે કરી શકાય, કારણ કે રબર-બૅન્ડને ખેંચીને છોડી દેવામાં આવતાં જેવી રીતે સંકોચાઈ જાય છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૬૧3.૭૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના  આધારે રોજ બદલાયા કરે છે.



આઇસીઆઇસીઆઇ બૅન્ક (૧૨૦૩.૫૦) : ૧૧૪૮.૯૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૧૨૦૫ ઉપર ૧૨૧૦, ૧૨૨૫, ૧૨૩૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૧૭૬ નીચે ૧૧૬૫ સપોર્ટ ગણાય.    


રિલાયન્સ (૨૯૯૯.૯૫) : ૨૮૫૬.૪૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૦૧૬ ઉપર ૩૦૩૧, ૩૦૫૩, ૩૦૭૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૯૭૦ સપોર્ટ ગણાય.   

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૯,૦૬૬.૩૫) : ૫૩,૩૦૧.૧૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧,૦૬૦ ઉપર બંધ આવતાં સુધારાતરફી ગણાય. ત્યાર બાદ ૫૧,૩૪૦, ૫૧,૫૬૦, ૫૧,૭૮૦, ૫૨,૦૦૦, ૫૨,૨૭૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૯,૮૬૫, ૪૯,૮૧૫ મહત્ત્વના સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૪,૮૫૪.૦૦)

૨૩,૯૧૨.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૮૮૮ ઉપર ૨૪,૯૦૫, ૨૪,૯૮૦, ૨૫,૦૬૦, ૨૫,૧૩૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૪,૭૯૦ જેની નીચે ૨૪,૬૫૦ તૂટે તો નબળાઈ  સમજવી. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

ઇન્ડિયન હોટેલ (૬૪૧.૯૦)

૫૯૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૪૩ ઉપર ૬૪૯ કુદાવે તો ૬૫૩, ૬૬૩, ૬૭૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૩૩ નીચે ૬૨૯, ૬૨૫ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

સમ્માન કૅપિટલ (૧૭૦.૫૦) 

(ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનૅન્સ જૂનું નામ) : ૧૫૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૬ ઉપર ૧૭૯ કુદાવે તો ૧૮૩ અને ૧૮૬ ત્યાર બાદ  ૧૯૦, ૧૯૫, ૨૦૫, ૨૦૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૬૮ નીચે ૧૬૫, ૧૬૩ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

શૅરની સાથે શેર : કૃષ્ણ નામે ગ્રંથ ન સમજાય તો પણ, સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. - મુકેશ જોષી

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2024 08:20 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK