નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૩૬૧.૫૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૦૫.૭૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૪૪૪.૨૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૫૦૩.૬૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૩,૮૨૮.૯૧ બંધ રહ્યો. ઉપરમાં ૭૪,૧૫૯ ઉપર ૭૪,૪૦૧, ૭૪,૭૪૧, ૭૪,૫૮૭ કુદાવે તો ૭૪,૯૨૦, ૭૫,૧૧૨, ૭૫,૩૦૦, ૭૫,૬૮૫, ૭૬,૧૦૦, ૭૬,૪૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૩,૫૯૮, ૭૩,૪૨૯ તૂટે તો નબળાઈ સમજવી. ૭૨,૬૩૩ અંતિમ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (VOLUME = એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ટ્રાયેન્ગલ બન્નેમાં વૉલ્યુમ પૅટર્ન સરખી હોય છે. જેમ-જેમ પૅટર્ન આકાર લેતી હોય એમ-એમ વૉલ્યુમ ઘટતું જાય છે અને બ્રેકઆઉટ વખતે વૉલ્યુમમાં ઉછાળો જોવા મળે છે. જેમ સીમેટ્રીકલના કેસમાં જોયું એમ ચાર્ટિસ્ટ ટ્રાયેન્ગલની રચના વખતે વૉલ્યુમ પૅટર્નમાં સહેજ ફેરફાર પારખી શકે છે જે પ્રાઇસ ઍક્શનમાં થતા ફેરફાર જેવો જ હોય છે. આનો અર્થ એ થયો કે એસેન્ડિંગ ટ્રાયેન્ગલની રચના વખતે આવતા ઉછાળા વખતે વૉલ્યુમ સહેજ હેવી હોવું જોઈએ અને ઘટાડા વખતે ઓછું હોવું જોઈએ.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૫૬૧.૬૫ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
ઝોમાટો (૨૦૧.૪૩) : ૩૦૪.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૧, ૨૧૫, ૨૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૦૦ નીચે ૧૯૫, ૧૮૬, ૧૭૬ સુધીની શક્યતા જોવા મળશે.
જિયો ફાઇનૅન્સ (૨૨૨.૬૦): ૧૯૮.૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૯ ઉપર ૨૩૫થી ૨૩૯ સુધીની રેન્જ ગણાય. નીચામાં ૨૧૭ નીચે ૨૧૨ તૂટે તો ૨૦૮, ૧૯૮ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૮,૧૬૦.૨૦): ૫૦,૭૯૮.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૮,૪૬૧, ૪૮,૭૭૩, ૪૯,૧૦૦ ઉપર સુધારો જોવાય. ત્યાર બાદ ૪૯,૩૦૦, ૪૯,૬૧૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૭,૭૨૨ તૂટે તો ૪૬,૯૭૦, ૪૬,૭૧૦ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર (૨૨,૪૪૪.૨૫)
૨૨,૧૦૧ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨,૬૧૮ ઉપર ૨૨,૭૩૮, ૨૨,૭૫૮ કુદાવે તો ૨૨,૮૭૦, ૨૨,૯૮૦, ૨૩,૦૯૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૨,૩૮૦, ૨૨,૩૩૦ નીચે નબળાઈ સમજવી. ૨૨,૧૦૧ અંતિમ સપોર્ટ ગણાય જેની નીચે ૨૧,૯૦૦, ૨૧,૭૪૫, ૨૧,૫૮૦, ૨૧,૪૨૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
કેપીઆઇટી ટેક્નૉલૉજી (૧૨૦૬.૪૫)
૧૯૨૦.૦૩ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૪૭ ઉપર ૧૨૬૩, ૧૨૮૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૨૦૦ નીચે ૧૧૯૨, ૧૧૭૭, ૧૧૪૨ તૂટે તો ૧૧૩૧, ૧૦૮૪, ૧૦૩૮, ૧૦૦૨ સુધીની શક્યતા જોવા મળશ. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (૨૬૪૩.૫૦)
૩૨૭૦.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭૧૦ ઉપર ૨૭૫૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫૫૦ તૂટે તો ૨૫૧૨, ૨૪૬૫, ૨૪૧૭ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

