તેઓ વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં ૨૩મા સ્થાને પહોંચી ગયા છે.
મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ બાઇટડાન્સના સહસ્થાપક ઝાંગ યિમિંગને પાછળ છોડીને એશિયાની સૌથી અમીર વ્યક્તિનો તાજ ફરી મેળવી લીધો છે. ફૉર્બ્સની રિયલ-ટાઇમ બિલ્યનેર્સની યાદી મુજબ સોમવારે રિલાયન્સના શૅરમાં લગભગ ૧૨ ટકાનો ઉછાળો આવતાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ૮૦,૭૫૦ કરોડ રૂપિયા (૮.૫ અબજ ડૉલર)નો વધારો થયો હતો. આ સાથે તેમની કુલ સંપત્તિ ૮,૪૩,૬૦૦ કરોડ રૂપિયા (૮૮.૮ અબજ ડૉલર) થઈ ગઈ છે અને તેઓ વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં ૨૩મા સ્થાને પહોંચી ગયા છે.
બીજી તરફ ટિકટૉકની પેરન્ટ કંપનીના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) યિમિંગ ૭,૯૮,૦૦૦ કરોડ રૂપિયા (૮૪ અબજ ડૉલર)ની સંપત્તિ સાથે પચીસમા સ્થાને ખસી ગયા હતા.
