શૅરબજાર એટલે આકડે મધ નહીં, પણ શૅરબજાર એટલે ગળચટાં વખ છે.
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૯૨૦.૦૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૭૯.૫૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૯૫૮.૧૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૦૫૦.૨૩ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૫,૩૬૪.૬૯ બંધ રહ્યો. ઉપરમાં ૭૫,૬૯૦ ઉપર ૭૬,૦૯૫, ૭૬,૩૩૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૫,૨૪૦ નીચે ૭૪,૯૨૪, ૭૪,૩૭૫, ૭૩,૩૯૩ સુધીની શક્યતા જોવા મળશે. અમેરિકાની ટૅરિફ નીતિના કારણે શૅરબજારો કકડભૂસ થઈ રહ્યાં છે. મોટા ભાગના લોકાને એમ લાગતું હોય છે કે શૅરબજારમાં પૈસા કમાવા સહેલા છે, પણ શૅરબજારમાં પૈસા કમાવા સૌથી અઘરા છે. શૅરબજાર એટલે આકડે મધ નહીં, પણ શૅરબજાર એટલે ગળચટાં વખ છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી થયો છે. માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (એટલે કે બે ટ્રેન્ડ લાઇનો એકબીજાથી વિરુદ્ધ દિશામાં જતી હોય છે જેના લીધે બે ટ્રેન્ડ લાઇનો વચ્ચેનું અંતર વધતું જાય છે. આ પૅટર્ન મેજર માર્કેટ ટૉપ વખતે વધારે જોવા મળે છે. આના લીધે સામાન્ય રીતે એ બેરીશ પૅટર્ન ગણાય છે. હવે આપણે એક્સપાન્ડિંગ ટ્રાયેન્ગલ વિશે વિગતવાર જોઈએ.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૨૬૨.૦૪ છે જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
નિફ્ટી ફ્યુચર (૨૨,૯૫૮.૧૫) , વરુણ બ્રેવરેજિસ (૫૩૫.૪૫) , રિલાયન્સ (૧૨૦૪.૭૦)
૨૩,૮૯૩.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૦૬૫ ઉપર ૨૩,૧૨૦, ૨૩,૧૮૦, ૨૩,૨૯૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૨,૯૨૦ નીચે ૨૨,૮૮૫, ૨૨,૭૮૫, ૨૨,૬૭૦, ૨૨,૩૩૦, ૨૨,૧૦૧ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
૫૫૧.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૨૭ નીચે ૫૧૮, ૫૧૧ અને ૫૧૧ તૂટે તો ૫૦૨, ૪૯૩, ૪૭૭, ૪૭૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
૧૩૦૭.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૧૧ ઉપર ૧૨૪૦, ૧૨૫૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૧૯૩ નીચે ૧૧૮૩, ૧૧૫૬ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
કૉલ ઇન્ડિયા (૩૮૫.૦૫) ઃ ૪૧૧.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરપૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૯૬ ઉપર ૪૦૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૮૨ નીચે ૩૭૬, ૩૬૪ સુધીની શક્યતા જોવા મળશે. ૩૬૪ તૂટે તો ૩૪૯ મહત્ત્વની સપાટી ગણાય.
આઇસીઆઇસીઆઇ બૅન્ક (૧૩૩૫.૩૦) ઃ ૧૩૭૩ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૩૯ ઉપર ૧૩૫૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૨૨ નીચે ૧૩૧૫ તૂટે તો ૧૨૯૯, ૧૨૮૬, ૧૨૭૩ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૧,૫૯૩.૫૫) ઃ ૪૭,૭૫૧.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧,૯૯૩ ઉપર ૫૨,૧૨૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૧,૦૫૦, ૫૧,૦૦૦ સપોર્ટ ગણાય. ૫૦,૬૩૦ પૅનિક સપોર્ટ સમજવો.

