Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ભારતમાં લોન પરના વ્યાજ દરને લઈને પીટ્રૉનના CEO અમીન ખ્વાજાએ શું કહ્યું? જાણો

ભારતમાં લોન પરના વ્યાજ દરને લઈને પીટ્રૉનના CEO અમીન ખ્વાજાએ શું કહ્યું? જાણો

Published : 19 June, 2023 09:38 PM | IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

પીટ્રૉનના CEO અમીન ખ્વાજાએ ઇન્ટરવ્યૂમાં ભારતમાં વ્યાજનો દર, ભારતનું TWS માર્કેટ, મેક ઇન ઈન્ડિયા, સતત બદલાતી ટેકનોલોજી અને અન્ય પડકારો વિશે વાતચીત કરી છે

તસવીર સૌજન્ય : પીઆર

Exclusive Interview

તસવીર સૌજન્ય : પીઆર


ઈયરફોન્સ આજના સમયમાં ખૂબ જ વિશેષ જરૂરી ઉપકરણ થઈ ગયું છે. મોબાઈલ પછી સૌથી વધુ જરૂરી કંઈ હોય તો ઈયરફોન છે એવું કહેવામાં પણ અતિષિયોક્તિ તો નથી જ. સાઇઝમાં નાનું આ ઉપકરણ ટ્રાવેલિંગમાં તો ઠિક પણ ઘરે અને ઑફિસમાં પણ ખૂબ જ ઉપયોગી છે. ઈયરફોનની આ જગ્યા હવે બદલાતા સમય અને ટેકનોલોજી સાથે હવે ઈયરબર્ડ્સે લઈ લીધી છે. તાજેતરમાં જ બજેટ સેગમેન્ટમાં પીટ્રૉને (pTron) નવા ઇયરબર્ડ્સ લોન્ચ કર્યા છે. આ લોન્ચ બાદ પીટ્રૉનના સીઇઓ અમીન ખ્વાજા (pTron CEO Ameen Khwaja)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમના નવા પ્રોડક્ટ્સ સાથે ઈન્ડિયામાં કંપનીના બિઝનેસ વિશેની પણ ઘણી બધી ઈન્સાઈડ્સ શૅર કરી હતી. વાંચો તેમણે છું કહ્યું.


સવાલ: સતત બદલાતી ટેકનોલોજી સાથે તમારી પ્રોડક્ટ કઈ રીતે બદલાઈ છે?



જવાબ: અમારી પ્રોડક્ટ્સ બજેટ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. પીટ્રૉન દેશમાં મેડ-ઇન-ઇન્ડિયા ANC TWS ઇયરબડ્સ લોન્ચ કરનારી પ્રથમ બ્રાન્ડ છે. અમે ભારતમાં એસેમ્બલિંગ યુનિટ સેટ કરનારી પ્રથમ બ્રાન્ડ છે. ઇયરબર્ડ્સમાં નોઈસ કેન્સલેશન ખૂબ જરૂરી હોય છે. અમે પણ બદલાતી ટેક્નોલોજીના ઉપયોગ સાથે નોઈસ કેન્સલેશન -35db સુધી શક્ય બનાવ્યું છે.


સવાલ: તમે જ્યારે નવી પ્રોડક્ટ ડેવલપ કરો ત્યારે કયા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે?

જવાબ: પહેલો પડકાર તો એ છે કે વેસ્ટના માર્કેટ કરતાં ઇન્ડિયન માર્કેટ ઘણું જુદું છે. ભારતીયોની પસંદ તો અલગ છે જ પણ સાથે વાતાવરણ પણ જુદું છે. વેસ્ટ કરતાં નોઈસ વધારે હોય છે એટલે પ્રોડક્ટ એ રીતે જ ડિઝાઇન કરવામાં આવે છે. સાથે જ મ્યુઝિક આઉટપુટ અને ઑવરઑલ એક્સપિરિયન્સને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.


સવાલ: અત્યારના માર્કેટમાં લોકો ઈયરબર્ડ્સ પાછળ કેટલો ખર્ચો કરે છે?

જવાબ: હાલના માર્કેટમાં ભારતમાં લોકો ૧૦૦૦-૧૫૦૦ રૂપિયાની રેન્જમાં ઇયરબર્ડ્સ લેવાનું પસંદ કરે છે. આ જ રેન્જમાં દરેક બ્રાન્ડ સ્પર્ધા કરે છે. જ્યારે અમારી બ્રાન્ડ ૧૦૦૦ રૂપિયાથી નીચેની રેન્જમાં માર્કેટ લીડર છે. અમારી ૭૦ ટકા ઉપર પ્રોડક્ટ્સ ૧૦૦૦ રૂપિયાની નીચે છે.

સવાલ: તમે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એસેમ્બલી યુનિટ ઊભું કર્યું તેના માટે કોઈ ફંડ રેઇઝ કર્યું છે?

જવાબ: અમે એક વર્ષ પહેલા ૩૨ કરોડનું ફંડ રેઇઝ કર્યું છે. અમે આ જ ફંડમાંથી આ યુનિટ ઊભું કર્યું છે, પરંતુ ભવિષ્યમાં ગ્રોથ માટે વધુ ફંડ્સની જરૂર પડશે. કારણ કે આ બિઝનેસમાં વર્કિંગ કેપિટલ ખૂબ જ મોટું લાગે છે. વિશેષરૂપે જ્યારે તમે ભારતમાં એસેમ્બ કરો છો ત્યારે, કેપિટલ રોકાયેલું રહે છે. રૉ મટિરિયલ માટે તમારે એડવાન્સ પેમેન્ટ કરવું પડે છે પછી તેનું શિપિંગ થયા બાદ, એસેમ્બલ કરી માર્કેટ સુધી પહોંચવામાં ૩-૪ મહિનાનો સમય લાગે છે.

સવાલ: ઇયરબર્ડ્સ તૈયાર થવાની ટાઈમલાઇન કેવી હોય છે?

જવાબ: ઘણું બધુ રૉ મટિરિયલ ચીનથી આવે છે. બેટરીઝ તમે એરવેથી મગાવી શકતા નથી, તેથી તે શીપમાં જ આવે છે, જેમાં ૩૫થી ૪૦ દિવસનો સમય લાગે છે. ત્યાર બાદ ૧૫થી ૧૮ દિવસનો સમય એસેમ્બલીમાં લાગે છે. છેલ્લે માર્કેટ સુધી પહોંચવામાં બીજો અઠવાડિયાનો સમય લાગે છે.

સવાલ: પ્રોડક્ટ ઉપરાંત ઇન્ડિયન માર્કેટમાં સૌથી મોટો પડકાર કયો છે?

જવાબ: ફાઇનાન્સ. ભારતમાં વ્યાજનો દર બહુ વધારે (Interest Rate in India is Very High) છે. આ સૌથી મોટો પડકાર છે. અમે ગયા વર્ષે લગભગ ૩.૯ કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું હતું. બિઝનેસ માટે લોન મેળવવી પણ ખૂબ મુશ્કેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2023 09:38 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK