મુંબઈમાં સોના-ચાંદી અત્યાર સુધીની સર્વોચ્ચ ઊંચાઈએ: સોનું છ દિવસની સતત તેજીમાં ૪૩૪૪ રૂપિયા ઊછળ્યું
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા-ચીને એકબીજા દેશોમાંથી આયાત થતી ચીજો પર ટૅરિફ વધારતાં ટ્રેડવૉરની શક્યતા વધી હતી એની સાથે અમેરિકાના જૉબ-ઓપનિંગ ડેટા અને ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ નબળો આવતાં રેટ-કટના ચાન્સ વધતાં ડૉલર ઘટ્યો હતો જેનાથી સોનું વર્લ્ડ માર્કેટમાં નવી ટોચે ૨૮૭૨.૧૦ ડૉલરે પહોંચ્યુ હતું. સોનું વધતાં ચાંદી પણ વધીને ૩૨.૫૯ ડૉલરે પહોંચી હતી.



