મુંબઈમાં સોનાએ ૮૦ હજાર રૂપિયાની સપાટી વટાવી : ચાંદીમાં એકધારી વધતી તેજી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પે શપથવિધિ બાદ બોલ્ડ કન્ટ્રોવર્શિયલ જાહેરાતોનો પટારો ખોલતાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થવાના જોખમ હેઠળ સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધતાં તેજીની આગેકૂચ જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૭૬૯.૧૦ ડૉલરે અને ચાંદી વધીને ૩૧.૦૩ ડૉલરે પહોંચી હતી.