દુબઈ લૅન્ડ ડિપાર્ટમેન્ટે રિયલ એસ્ટેટ ઍસેટ્સનું બ્લૉકચેઇન આધારિત ડિજિટલ ટોકનમાં રૂપાંતર કરવા માટે હાલમાં જ પ્રયોગ શરૂ કર્યો છે.
દુબઈના રિયલ એસ્ટેટ
દુબઈના રિયલ એસ્ટેટ અને ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરનારા સત્તાવાળાઓએ રિયલ એસ્ટેટ ક્ષેત્રે ડિજિટલ ઍસેટનો ઉપયોગ વધારવા માટે નવો કરાર કર્યો છે. દુબઈ લૅન્ડ ડિપાર્ટમેન્ટે વર્ચ્યુઅલ ઍસેટ્સ રેગ્યુલેટરી ઑથોરિટી સાથે કરેલા આ કરાર મુજબ પૉપર્ટીનું ટોકનાઇઝેશન કરવામાં આવશે. આ રીતે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રવાહિતા વધારવામાં આવશે. દુબઈની કુલ રાષ્ટ્રીય પેદાશ એક દાયકામાં બમણી કરવાના લક્ષ્યને અનુરૂપ આ પગલું ભરવામાં આવ્યું છે. નોંધનીય છે કે દુબઈ લૅન્ડ ડિપાર્ટમેન્ટે રિયલ એસ્ટેટ ઍસેટ્સનું બ્લૉકચેઇન આધારિત ડિજિટલ ટોકનમાં રૂપાંતર કરવા માટે હાલમાં જ પ્રયોગ શરૂ કર્યો છે. શરૂઆતમાં પૉપર્ટીના ટાઇટલ ડીડને ટોકનાઇઝ કરવામાં આવશે. આ રીતે રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ વધારે આવશે, જેનું મૂલ્ય વર્ષ ૨૦૩૩ સુધીમાં વધારીને ૧૬ અબજ ડૉલર કરવાનું લક્ષ્ય છે.
અન્ય એક અહેવાલ મુજબ રિપલ લૅબ્સે ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રની બ્રોકરેજ કંપની હિડન રોડને હસ્તગત કરી છે. ક્રિપ્ટો ક્ષેત્રે આ ઘણું મોટું મર્જર ઍન્ડ ઍક્વિઝિશન ગણાય છે.
ADVERTISEMENT
દરમ્યાન ઇક્વિટી માર્કેટની જેમ ક્રિપ્ટો માર્કેટમાં પણ મંગળવારે રિકવરી આવી હતી. આ લખાઈ રહ્યું છે એ સમયે બિટકૉઇનના ભાવમાં ૦.૩૦ ટકાનો સાધારણ સુધારો થયો હતો, જ્યારે એક્સઆરપીમાં ૨.૧૫ ટકા, બીએનબીમાં ૧.૧૦ ટકા, સોલાનામાં ૨.૬૮, ડોઝકૉઇનમાં ૩.૦૯, ટ્રોનમાં ૨.૯૨ અને કાર્ડાનોમાં ૪.૪૨ ટકાનો વધારો થયો હતો.

