Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ઑટોમોબાઇલનું રીટેલ વેચાણ મે મહિનામાં દસ ટકા વધ્યું

ઑટોમોબાઇલનું રીટેલ વેચાણ મે મહિનામાં દસ ટકા વધ્યું

Published : 06 June, 2023 04:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૅસેન્જર વાહનોનું વેચાણ ચાર ટકા, ટૂ-વ્હીલરનું વેચાણ નવ ટકા વધ્યું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


પૅસેન્જર વાહનો, ટૂ-વ્હીલર અને ટ્રૅક્ટર સહિતના સેગમેન્ટમાં મજબૂત માગને પગલે મે મહિનામાં ઑટોમોબાઇલ રીટેલ વેચાણમાં દસ ટકાનો વધારો થયો છે, એમ ઑટોમોબાઇલ ડીલર્સની સંસ્થા ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન (ફાડા)એ જણાવ્યું હતું.


ગયા મહિને કુલ ઑટોમોબાઇલ રીટેલ વેચાણ વધીને ૨૦,૧૯,૪૧૪  યુનિટ થયું હતું જે મે ૨૦૨૨માં ૧૮,૩૩,૪૨૧ યુનિટ હતું.



મે મહિનામાં પૅસેન્જર વાહનોનું વેચાણ ચાર ટકા વધીને ૨,૯૮,૮૭૩ યુનિટ થયું હતું જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૨,૮૬,૫૨૩ યુનિટ હતું.


ફાડાના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે પેન્ડિંગ ઑર્ડર લિસ્ટ સાથે વાહનોની સુધરેલી ઉપલબ્ધતા અને નવા લૉન્ચની મજબૂત માગને કારણે સકારાત્મક વેગ મળ્યો છે, જે અગાઉના મહિનામાં મંદી પછી પૅસેન્જર વેહિકલ સેગમેન્ટને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

ગયા મહિને ટૂ-વ્હીલરનું છૂટક વેચાણ નવ ટકા વધીને ૧૪,૯૩,૨૩૪ યુનિટ થયું હતું, જે મે ૨૦૨૨માં ૧૩,૬૫,૯૨૪ યુનિટ હતું.


કમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ ગયા મહિને સાત ટકા વધીને ૭૭,૧૩૫ યુનિટ થયું હતું, જે ગયા વર્ષના મે મહિનામાં ૭૧,૯૬૪ યુનિટ હતું. થ્રી-વ્હીલરનું રીટેલ વેચાણ ૭૯ ટકા વધીને ૭૯,૪૩૩ યુનિટ થયું હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૪૪૪૮૨ યુનિટ હતું.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2023 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK