રોટરી ક્લબ ઑફ બૉમ્બે ક્વીન સિટી દ્વારા તેના ફ્લેગશિપ પ્રોજેક્ટ અંતર્ગત મેગા મેડિકલ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૅમ્પ શિવાજી વિદ્યાલય, કાલાચૌકી પોલીસ સ્ટેશન નજીક, બિલ્ડિંગ નંબર 3, મુંબઈ ૪૦૦૦૩૩ની સામે ૧૦મી અને ૧૧મી જાન્યુઆરીએ થશે. બંને દિવસ રોજ સવારે ૧૦.૦૦થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી તે ઑપન રહેશે. આ પ્રકારનું આયોજન પહેલાં પણ થઈ ચૂક્યું છે. જેમાં દર વખતે ત્રણ હજારથી પણ વધુ દર્દીઓની મફત મેડિકલ તપાસ કરાઇ છે.
આ કૅમ્પમાં પીડી હિંદુજા હૉસ્પિટલ, સર એચએન રિલાયન્સ હૉસ્પિટલ, કમલાદેવી ગૌરીદત્ત મિત્તલ આયુર્વેદિક હૉસ્પિટલ, કેન્સર પેશન્ટ એઇડ એસોસિએશન, વિઝન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા અને કૈવલ્ય ધામ જેવી પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાઓના નિષ્ણાત ડોકટર ઉપલબ્ધ રહેશે.
આ કૅમ્પમાં મફત આંખ, દાંત, અસ્થમા, ઓર્થોપેડિક, ઇએનટી, કાર્ડિયોલોજી, કેન્સર, વગેરે તપાસ કરાશે. તે ઉપરાંત રક્ત અને ડાયાબિટીસ તપાસ, મોતિયાની શસ્ત્રક્રિયા, મફત આયુર્વેદિક પરીક્ષણ અને સલાહ-સૂચન તેમજ દવાઓ આપવામાં આવશે. ચશ્મા ખૂબ જ રાહતના દરે આપવામાં આવશે. સર્જરી અને ફિઝીયોથેરાપી, મફત ECG અને મફત શ્રવણ યંત્રોનું પ્રદર્શન અને પરામર્શ કરાશે.


