Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાનાં બાળકો પોતે ફોન માગતાં નથી, પરંતુ માતા-પિતા જ તેમને ફોન આપી દે છે

નાનાં બાળકો પોતે ફોન માગતાં નથી, પરંતુ માતા-પિતા જ તેમને ફોન આપી દે છે

Published : 01 March, 2026 11:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષય કુમારે પોતાના શો વ્હીલ ઑફ ફૉર્ચ્યુનમાં ડિજિટલ યુગ, ટેક્નૉલૉજી અને પેરન્ટિંગ જેવા મુદ્દાઓ પર વાત કરી

અક્ષય કુમાર

અક્ષય કુમાર


અક્ષય કુમારે પોતાના શો ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’ના તાજેતરના એપિસોડમાં બાળકોમાં મોબાઇલ ફોનની લત વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેણે એને બાળકો માટે મોટો ખતરો ગણાવ્યો અને માતા-પિતાને જાગ્રત રહેવાની અપીલ કરી.

શો દરમ્યાન અક્ષયે ડિજિટલ યુગ, ટેક્નૉલૉજી અને પેરન્ટિંગ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. અક્ષયે જણાવ્યું કે આજકાલ લોકો એક રીલ કે વિડિયો જોવાનું શરૂ કરે છે, પરંતુ પછી કલાકો સુધી ફોનમાં વ્યસ્ત રહી જાય છે. તેણે કહ્યું કે નાના-નાના વિડિયો જોવામાં લોકો સરેરાશ ૬ કલાક સુધી મોબાઇલ-સ્ક્રીન સામે રહે છે. આ પરિસ્થિતિને તેણે બાળકો માટે ‘જાળ’ ગણાવી, જેમાં ફસાવું બહુ સરળ છે.



શો દરમ્યાન અક્ષયે સ્ટુડિયોમાં હાજર દર્શકોને પૂછ્યું, ‘અહીં કેટલાં માતા-પિતા છે જેમને લાગે છે કે તેમનાં બાળકો મોબાઇલની લતમાં ફસાઈ ગયાં છે?’ આ પ્રશ્ન પર એક દર્શકે જવાબ આપ્યો કે ‘સર, આજકાલ બાળકો મોબાઇલ જોતાં-જોતાં જ ભોજન કરે છે.’ આ સાંભળી અક્ષયે જણાવ્યું કે સમસ્યાનાં મૂળ માતા-પિતામાં જ છે. તેણે ભારપૂર્વક કહ્યું કે ‘નાનાં બાળકો પોતે ફોન માગતાં નથી, પરંતુ માતા-પિતા જ તેમને ફોન આપી દે છે. નાની ઉંમરે મોબાઇલ ફોન બાળકો માટે ખતરનાક જાળ બની જાય છે જે તેમના અભ્યાસ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ પર પ્રતિકૂળ અસર કરે છે. જો મા-બાપને લાગે કે બાળક લતનું શિકાર બની રહ્યું છે તો પહેલું પગલું પોતે જ ઉઠાવવું જોઈએ. બાળકો નિર્દોષ હોય છે અને તેમને સાચું-ખોટું સમજાવવાની જવાબદારી માતા-પિતાની છે. શરૂઆતના સંકેતો ઓળખી બાળકને યોગ્ય માર્ગદર્શન આપવું અત્યંત જરૂરી છે. હું કોઈને શીખવતો નથી. જેને યોગ્ય લાગે એ અપનાવો. યોગ્ય ન લાગે તો તમે માતા-પિતા છો, તમારા કરતાં વધુ સમજદાર કોઈ નથી.’


પ્રમોશન માટે અક્ષય કુમાર જોવા મળ્યો માથા વગરના ભૂત સાથે

અક્ષય કુમાર તેની આગામી હૉરર-કૉમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન માટે અક્ષયે એવો વિડિયો શૅર કર્યો છે જેમાં તે માથા વગરના ‘ભૂત’ સાથે વાતચીત કરતો દેખાય છે. વિડિયોમાં દેખાતા આ ભૂતે ભગવા રંગનાં કપડાં પહેરેલાં છે અને બન્ને કૅઝ્યુઅલ વાતો કરી રહ્યા છે. વાતચીત દરમ્યાન અક્ષય એને સવાલ કરે છે કે શું ભૂત ખરેખર હોય છે? આ વાતનો જવાબ આપતાં ભૂત કહે છે કે તેને ખબર નથી અને મજાકમાં કહે છે કે તેના પિતાએ તેની માતાને કહ્યું હતું કે તે ભૂત છે. વિડિયોમાં ભૂત આને અફવા ગણાવે છે અને આવી વાતો પર વિશ્વાસ ન કરવાની સલાહ આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK