અસ્પી ચૅરિટેબલ ટ્રસ્ટ અને શકિલમ્ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શ્રાવણ માસ વ્યાખ્યાનમાળા અંતર્ગત ચોથું વ્યાખ્યાન તા. ૫ સપ્ટેમ્બરે રાત્રે ૮.૦૦ વાગ્યે યોજાશે જેમાં ભગવદગીતાના અભ્યાસી ડૉ. સુનીલ શાસ્ત્રી નવમા અધ્યાયને આવરીને `શ્રદ્ધા અને આશ્વાસનની રાજવિદ્યા' વિષય પર વ્યાખ્યાન આપશે. સ્થળઃ અસ્પી નૂતન ઍકૅડેમી સ્કૂલ, ચોથે માળે, માર્વે રોડ, મલાડ (વેસ્ટ).
