મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ વિષયોને આવરતા પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે. આ ઉપક્રમમાં `રેડિયો અને દૂરદર્શનની સોનેરી અવિસ્મરણીય સફર' શીર્ષક હેઠળ પરિસંવાદ ૨૯ ઑગસ્ટે સાંજે ૬.૦૦ વાગ્યે યોજાશે.

દીપક મહેતા અને હરીશ ભિમાણી

રાજુભાઈ ભરત યાજ્ઞિક, ઉત્કર્ષ મઝુમદાર

કિરીટ બારોટ, દીપા દેસાઈ
કલાગુર્જરીના સહયોગમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજુભાઈ ભરત યાજ્ઞિક, ઉત્કર્ષ મઝુમદાર, કિરીટ બારોટ, હરીશ ભિમાણી અને દીપક મહેતા ભાગ લેશે.
રેડિયો નાટિકાનું પઠન સતીશ વ્યાસ અને ડૉ. પ્રીતિ જરીવાલા કરશે.
સંચાલન દીપા દેસાઈનું છે તથા કાર્યક્રમની પરિકલ્પના નિરંજન પંડ્યાની છે.
સૌને જાહેર નિમંત્રણ છે. સ્થળઃ કલાગુર્જરી, દશરથલાલ જોશી માર્ગ, વિલે પાર્લા (પશ્ચિમ).
