પોતાના અસ્તિત્વ વિષે જ્યારે મનમાં સવાલ ઉઠે ત્યારે મોડર્ન જમાનામાં આપણે આસાનીથી મેન્ટલ હેલ્થનું લેબલ લગાડીએ છે. પણ જ્યારે દેશ સમાજ અને વિશ્વ તમારા હોવા પર પ્રશ્નો ઊભા કરે ત્યારે અસ્તિત્વનો પુરાવો આપવા માટે "સ્વ" જેવુ કશુંજ બચતું નથી. તનતોડ મહેનત કરીને દેશ માટે મેડલ લાવવો અને એક લિંગ પરીક્ષણ થી બધુ હારી બેસવું. આવીજ એક કરૂણ ઘટના બની ચૂકી છે તમિલનાડુની આપણી મહિલા એથલીટ સવસ્થી સૌંદર્જન જોડે. કમનસીબે વિજ્ઞાન અને માનવની સમજ વચ્ચે ડગમગતી ધારણાઓની રેખાએ ભારતની આ દીકરીના હકના સિલ્વર મેડલને પચાવી પાડ્યો છે. જાણો શું છે આખી ઘટના આ વિડિયોમાં.