બન્નેએ મહિલા સિંગલ્સ SU5 ઇવેન્ટમાં અનુક્રમે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
તુલસીમતી મુરુગેસન અને મનીષા રામદાસ
તામિલનાડુમાં જન્મેલી તુલસીમતી મુરુગેસન અને મનીષા રામદાસે ગઈ કાલે પૅરિસમાં ઇતિહાસ રચ્યો હતો. બન્નેએ મહિલા સિંગલ્સ SU5 ઇવેન્ટમાં અનુક્રમે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. બાવીસ વર્ષની તુલસીમતી મુરુગેસન ફાઇનલમાં ચીનની ખેલાડી સામે હારી હતી અને ૧૯ વર્ષની મનીષા રામદાસ ડેન્માર્કની ખેલાડી સામે બ્રૉન્ઝ મેડલ મૅચ જીતી હતી. ગઈ કાલે એક સમયે બન્ને ખેલાડીઓની મૅચનાં રિઝલ્ટ સામે આવ્યાં હતાં.
SU5 કૅટેગરી એવા ખેલાડીઓ માટે છે જેમને શરીરના ઉપલા અંગની અક્ષમતા હોય. તુલસીમતી મુરુગેસનનો બાળપણથી જ ડાબા હાથ પર અંગૂઠો નહોતો. એક ઍક્સિડન્ટમાં તેના ડાબા હાથને વધુ નુકસાન થયું હતું. ડૉક્ટરોની ભૂલને કારણે મનીષાને જન્મથી તેના જમણા હાથમાં અક્ષમતા સ્વીકારવી પડી હતી. જન્મ સમયે તેને થયેલી ઈજાને કારણે તેનો હાથ સીધો થઈ શક્યો નહોતો અને ત્રણ સર્જરી પછી પણ એને સુધારી શકાયો નહોતો.

