દેશના ટોચના કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ તથા કેટલાક કોચ દ્વારા મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ અને જાતીય સતામણી કરવામાં આવી રહી હોવાના જે આક્ષેપ કર્યા છે
મૅરી કૉમ
દેશના ટોચના કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ તથા કેટલાક કોચ દ્વારા મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ અને જાતીય સતામણી કરવામાં આવી રહી હોવાના જે આક્ષેપ કર્યા છે એની તપાસ માટે કેન્દ્ર સરકારે પાંચ મેમ્બર્સની ઓવરસાઇટ કમિટીની રચના કરી છે જેમાં વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર અને ઑલિમ્પિક મેડલિસ્ટ એમ. સી. મૅરી કૉમનો તેમ જ ઑલિમ્પિક મેડલ-વિજેતા કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, ભૂતપૂર્વ બૅડ્મિન્ટન સ્ટાર તૃપ્તિ મુરગુન્ડે તેમ જ ટાર્ગેટ ઑલિમ્પિક પોડિયમ સ્કીમ (ટૉપ્સ)ના ભૂતપૂર્વ સીઈઓ કૅપ્ટન રાજગોપાલન અને સ્પોર્ટ્સ ઑથોરિટીનાં ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાધિકા શ્રીમનનો સમાવેશ છે. મૅરી કૉમ આ કમિટીની અધ્યક્ષા છે.