ક્રિકેટ મેચોના યોગ્ય સંચાલનની ખાતરી કરવા માટે પડદા પાછળ કામ કરતા ગ્રાઉન્ડ્સમેન અને ક્યુરેટર્સને IPL દરમિયાન પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં તેમની પ્રશંસા કરવી ખુબ જરુરી છે. પીચો અને મેદાનની ગુણવત્તા જાળવવામાં તેમનું સમર્પણ અને સખત મહેનત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે આખરે ટુર્નામેન્ટની સફળતામાં ફાળો આપે છે. ત્યારે BCCIએ ગ્રાઉન્ડ સ્ટાફ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી છે જે પ્રશંસાને પાત્ર છે. આ પ્રકારના ઈનામ તેમને કામ કરવા માટે વધુ પ્રેરણા આપે છે. જય શાહ અને બીસીસીઆઈએ રમતના આ ગુમનામ નાયકો નું સન્માન કરવા માટે આ પગલું ભર્યું છે જે ખુબ જ પ્રશંનીય છે.