Sourav Ganguly: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
ફાઇલ ફોટો
સૌરવને ઘરે પાછા ફર્યા પથી અમુક સમય સુધી કામનો ભાર ન લેવા માટે પણ કહેવામાં આવ્યું છે. સૌરવને સ્વાસ્થ્ય સંબધી બધા જ મહત્વપૂર્ણ માનક નિરંતર સ્થિર મળ્યા પછી જ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શનિવારે તેમના પારિવારિક ડૉક્ટર આફતાબ ખાનના નિરીક્ષણમાં સૌરવની જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવીહતી. તે રિપોર્ટ્સના આધારે સૌરવને હૉસ્પિટલમાંથી રજા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો.
નોંધનીય છે કે સૌરવની ગુરુવારે એન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવી હતી. તેમના હ્રદયની ધમનીઓમાં વધુ બે સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. આ પહેલા બે જાન્યુઆરીના સામાન્ય અટેક પછી તેમની પહેલી એન્જિયોપ્લાસ્ટી થઈ હતી અને તે સમયે પણ એક સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો. સૌરવના હ્રદયની ત્રણ અવરોધિત ધમનીઓમાં હવે સ્ટેન્ટ લગાડી દેવામાં આવ્યા છે અને ડૉક્ટર્સ પ્રમાણે હાલ તેમને હ્રદય સંબંધી કોઇ જોખમ નથી.
ADVERTISEMENT
હૉસ્પિટલ પહોંચ્યા હતા રાજ્યપાલ જગદીપ ધનખડ
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સ્થિતિ એન્જિયોપ્લાસ્ટી પછી સ્થિર છે. રાજ્યપાલ જગદીપ ધનખડ શુક્રવારે સૌરવ ગાંગુલીને જોવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. હૉસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે સૌરવ સારી રીતે ઉંઘ્યા. તેમના સ્વાસ્થ્ય સાતે જોડાયેલા બધાં રિપૉર્ટ્સ પણ નૉર્મલ છે.
નોંધનીય છે કે સૌરવની ગુરુવારે 26 દિવસમાં બીજી વાર એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. જાણીતા હ્રદય રોગ વિશેષજ્ઞ ડૉ. દેવી શેટ્ટી તેમજ અશ્વિન મેહતાની હાજરીમાં સૌરવના પારિવારિક ડૉક્ટર આફતાબ ખાને સફળતાપૂર્વક આ સર્જરી કરી હતી. ત્યાર બાદ સૌરવને ઊંડા ઑબઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા. એન્જિયોપ્લાસ્ટી પછી મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સૌરવને જોવા હૉસ્પિટલ પહોંચ્યાં હતાં. ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કૅપ્ટનમાં મોખરે સૌરવની પહેલી એન્જિયોપ્લાસ્ટી બે જાન્યુઆરીના સામાન્ય અટેક આવ્યા પછી કરવામાં આવી હતી. તેમના હ્રદયની ત્રણ ધમનીઓમાં અવરોધ જોવા મળ્યો હતો તે સમયે એન્જિયોપ્લાસ્ટી કરી એક સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો. બાકીની બે ધમનીઓમાં અમુક સમય પછી સ્ટેન્ટ મૂકવાનો નિર્ણય ડૉક્ટર્સે લીધો હતો.
છેલ્લે સાત જાન્યુઆરીના રોજ સૌરવને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને ઘરે જ આરામ કરવાની સલાહ આપી. સૌરવ ત્યારથી ઘરે જ હતા. પારિવારિક સૂત્રો પ્રમાણે મંગળવારે સાંજે તેમજ બુધવારે સવારે સૌરવને ફરી છાતીમાં સામાન્ય દુઃખાવાની ફરિયાદ હતી. ત્યાર પછી ડૉ. આફકાબ ખાનની સલાહ પર સૌરવ બુધવારે હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા. સૌરવને બેહલા સ્થિત તેમના ઘરેથી હૉૉસ્પિટલ લઈ જવા માટે ગ્રીન કૉરીડોર તૈયાર કરવામાં આવ્યું હતું.

