તે ફૅનની રૉયલ એન્ફીલ્ડ સુપરબાઇક પર ઑટોગ્રાફ આપ્યા બાદ પોતાને રોકી શક્યો નહોતો
ફૅનની રૉયલ એન્ફીલ્ડ સુપરબાઇક પર ઑટોગ્રાફ આપ્યા બાદ ધોનીએ બાઇકની રાઇડ માણી
ભારતીય ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન એમ. એસ. ધોની અને તેનો બાઇક પ્રત્યેનો પ્રેમ આખી દુનિયામાં પ્રખ્યાત છે. દિગ્ગજ ક્રિકેટર પાસે તેના ગૅરેજમાં બાઇકનું વૈવિધ્યસભર કલેક્શન છે. હાલમાં ધોની પોતાના એક ફૅનની સુપરબાઇકને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો હતો. તે ફૅનની રૉયલ એન્ફીલ્ડ સુપરબાઇક પર ઑટોગ્રાફ આપ્યા બાદ પોતાને રોકી શક્યો નહોતો. તેણે ફૅનને પાછળ બેસાડીને બાઇકની એક રાઇડ માણી હતી.