તેણે શૅર કરેલા ફોટોમાં તેના જમણા હાથ પર ધ્યાનમગ્ન ભગવાન શિવનું ટૅટૂ પણ જોવા મળ્યું હતું
ઇશાન્ત શર્મા
ભારતીય ટીમ માટે ૧૯૯ ઇન્ટરનૅશનલ મૅચ રમનારા ૩૬ વર્ષના ફાસ્ટ બોલર ઇશાન્ત શર્માએ હાલમાં મહાકુંભ પહોંચીને આધ્યાત્મિક અનુભવ કર્યો છે. ઇશાન્ત શર્માએ સોશ્યલ મીડિયા પર ફોટો શૅર કરીને લખ્યું કે ‘મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી, દિવ્ય ઊર્જા અને આંતરિક શાંતિનો અનુભવ કર્યો. એક એવો અનુભવ જે આત્માને સ્પર્શી ગયો અને હૃદયને શાંત પાડ્યું.’
તેણે શૅર કરેલા ફોટોમાં તેના જમણા હાથ પર ધ્યાનમગ્ન ભગવાન શિવનું ટૅટૂ પણ જોવા મળ્યું હતું. IPL મેગા ઑક્શનમાં ગુજરાત ટાઇટન્સે ૭૫ લાખ રૂપિયામાં તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

