કલકત્તાએ હર્ષિત રાણાને ૪ કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો અને મથીશા પથિરાનાને ૧૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મથીશા પથિરાના અને હર્ષિત રાણા
ત્રણ વખતના IPL ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સના બે મહત્ત્વપૂર્ણ ફાસ્ટ બોલર્સ નવી સીઝન પહેલાં ઇન્જરીમાંથી સ્વસ્થ થઈ શક્યા નથી. હર્ષિત રાણા પગના ઘૂંટણ અને મથીશા પથિરાના હૅમસ્ટ્રિંગની ઇન્જરીમાંથી હજી સુધી સંપૂર્ણપણે ફિટ થયા નથી. કલકત્તાએ હર્ષિત રાણાને ૪ કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો અને મથીશા પથિરાનાને ૧૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અહેવાલો અનુસાર IPL 2026 સીઝન દરમ્યાન કલકત્તા આ બન્ને ફાસ્ટ બોલર્સને સ્ક્વૉડમાં જાળવી રાખશે અને રિપ્લેસમેન્ટની માગણી નહીં કરે. સીઝનની વચ્ચે જો બન્નેમાંથી કોઈ બોલર ફિટ થશે તો કલકત્તાનું બોલિંગ-યુનિટ વધુ મજબૂત બનશે. વૈભવ અરોરા, ઉમરાન મલિક, કાર્તિક ત્યાગી, આકાશ દીપ અને મુઝરબાની બ્લેસિંગ સહિતના ફાસ્ટ બોલિંગ વિકલ્પો હજી પણ ઉપલબ્ધ છે.
