આજે જે ટીમ જીતશે એ ચેન્નઈ સુપર કિંગ્સ (૧૨ પૉઇન્ટ્સ)ને પાછળ છોડીને ૧૪ પૉઇન્ટ સાથે ટૉપથ્રીમાં એન્ટ્રી કરશે.
IPL 2024
લખનઉના એકાના સ્ટેડિયમમાં પોતાની અંતિમ હોમ-મૅચ બાદ કૅપ્ટન કે. એલ. રાહુલ અને હેડ કોચ જસ્ટિન લૅન્ગરે ગ્રાઉન્ડ-સ્ટાફ સાથે ફોટો પડાવ્યો હતો.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૫૭મી મૅચમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે સીઝનની એકમાત્ર ટક્કર જોવા મળશે. પ્લેઑફની રેસમાં આજે જે ટીમ જીતશે એ ચેન્નઈ સુપર કિંગ્સ (૧૨ પૉઇન્ટ્સ)ને પાછળ છોડીને ૧૪ પૉઇન્ટ સાથે ટૉપથ્રીમાં એન્ટ્રી કરશે. મુંબઈ ઇન્ડિયન્સ સામે ૭ વિકેટે હારીને આવેલા કૅપ્ટન પૅટ કમિન્સની ટીમ છેલ્લી પાંચમાંથી માત્ર બે મૅચ જીતી શકી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૯૮ રનથી કારમી હારનો સામનો કરીને આવેલા કૅપ્ટન કે. એલ. રાહુલની ટીમ છેલ્લી પાંચમાંથી ૩ મૅચ જીતી છે.
જીત મેળવી શકશે હૈદરાબાદ?
કુલ મૅચ - ૦૩
લખનઉની જીત - ૦૩
હૈદરાબાદની જીત – ૦૦