Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સ : ભારતીય મહિલાઓએ યજમાન જપાનને ૫૭ રને ઑલઆઉટ કરીને પાંચ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો

એશિયન ગેમ્સ : ભારતીય મહિલાઓએ યજમાન જપાનને ૫૭ રને ઑલઆઉટ કરીને પાંચ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો

Published : 19 September, 2026 08:24 PM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ત્રીજી ક્વૉર્ટર ફાઇનલમાં શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૧૬૦/૪નો સ્કોર કર્યો હતો. જવાબમાં મલેશિયાની ટીમ ૨૦ ઓવરમાં ૭૪/૭નો સ્કોર કરીને ૮૬ રને હાર્યું હતું. 

૯૦ બૉલ પહેલાં હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીની જીત

૯૦ બૉલ પહેલાં હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીની જીત


જપાનમાં આયોજિત એશિયન ગેમ્સ 2026માં વિમેન્સ ક્રિકેટની ગયા સીઝનની બે ફાઇનલિસ્ટ ટીમો ભારત અને શ્રીલંકાએ સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી છે.
ગઈ કાલે ત્રીજી ક્વૉર્ટર ફાઇનલમાં શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૧૬૦/૪નો સ્કોર કર્યો હતો. જવાબમાં મલેશિયાની ટીમ ૨૦ ઓવરમાં ૭૪/૭નો સ્કોર કરીને ૮૬ રને હાર્યું હતું. 
ચોથી અને અંતિમ ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં યજમાન જપાન સામે ભારતીય મહિલા ટીમે ૮ વિકેટે જીત નોંધાવી હતી. બાકી બૉલના હિસાબે ૯૦ બૉલ પહેલાં ભારતીય મહિલા ટીમની આ સૌથી મોટી T20 જીત હતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારત-જપાનની આ પહેલવહેલી ટક્કર હતી.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર જપાન ૧૯.૫ ઓવરમાં ૫૭ રન કરીને ઑલઆઉટ થયું હતું. ભારતે પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૫૯ રન કરીને ૫૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. 
જપાન માટે માત્ર ઓપનર્સ જ ડબલ ડિજિટમાં સ્કોર કરી શક્યા હતા. ભારતીય સ્પિનર શ્રી ચરણીએ ૪ વિકેટ, શફાલી વર્માએ બે વિકેટ અને દીપ્તિ શર્મા, શ્રેયન્કા પાટીલે ૧-૧ વિકેટ લીધી હતી. 
રન-ચેઝ દરમ્યાન ઓપનર શફાલી વર્માએ ૧૫ બૉલમાં ૬ ફોર અને બે સિક્સની મદદથી અણનમ ૪૦ રન કર્યા હતા. રિચા ઘોષ ૬ બૉલમાં બે ફોરને સહારે ૧૨ રન કરીને નૉટઆઉટ રહી હતી.

૧૦ દિવસમાં એશિયા કપની જેમ એશિયન ગેમ્સમાં સેમી-ફાઇનલના હરીફો એકસમાન
આવતી કાલે ૨૦ સપ્ટેમ્બરે સવારે ૫.૩૦ વાગ્યે અને ૧૦.૩૦ વાગ્યે એશિયન ગેમ્સમાં વિમેન્સ ક્રિકેટની સેમી-ફાઇનલ રમાશે. પહેલી સેમી-ફાઇનલમાં પાકિસ્તાન-શ્રીલંકા અને બીજી સેમી-ફાઇનલમાં બંગલાદેશ-ભારત ટકરાશે. 
૧૦ દિવસ પહેલાં દુબઈમાં આયોજિત એશિયા કપ 2026માં પણ આ એક સમાન ટીમો સેમી-ફાઇનલમાં સામસામે રમી હતી. શ્રીલંકાએ પાકિસ્તાનને ૪ વિકેટે અને ભારતે બંગલાદેશને ૪૦ રને માત આપી હતી. ૧૩ સપ્ટેમ્બરની ફાઇનલમાં ભારતે ૭૨ રને જીત નોંધાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 08:24 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK