આઇપીએલ ૨૦૨૪ બાદ તરત ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટમાં હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
હાર્દિક પંડ્યા
મુંબઈ : વર્લ્ડ કપ ૨૦૨૩માં બંગલાદેશ સામેની મૅચમાં હાર્દિક પંડ્યા ઈજા પામ્યો હતો અને ત્યારથી તે ક્રિકેટના મેદાનથી દૂર છે, પરંતુ હાલમાં તેણે સોશ્યલ મીડિયામાં શૅર કરેલા ફોટો સાબિત કરે છે કે ક્રિકેટના મેદાન પર પુનરાગમન માટે તે આકરો પરસેવો પાડી રહ્યો છે. જોકે તે ઘરઆંગણે રમાનારી અફઘાનિસ્તાન સામેની ટી૨૦ સિરીઝમાં નહીં રમે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે મુંબઈ ઇન્ડિયન્સના ચાહકો માટે પણ આ સારા સમાચાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આઇપીએલ ૨૦૨૪થી પહેલાં હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ થઈ જશે અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં સુકાની તરીકે મેદાનમાં ઊતરશે, જે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ મૅનેજમેન્ટ માટે સારા સમાચાર છે. મહત્ત્વનું છે કે આઇપીએલ ૨૦૨૪ બાદ તરત ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટમાં હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.