DC ફ્રૅન્ચાઇઝીના ટાઇટલના દુકાળનો અંત
DC ફ્રૅન્ચાઇઝીએ પહેલી વાર ઉપાડી ચૅમ્પિયન ટ્રોફી.
UAEના દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં નવમી ફેબ્રુઆરીની મોડી રાતે ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)ની ત્રીજી સીઝનની ફાઇનલ મૅચ રમાઈ હતી. ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સૅમ કરૅનના નેતૃત્વવાળી ડેઝર્ટ વાઇપર્સે પાંચ વિકેટ ગુમાવીને ૧૯૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને દુબઈ કૅપિટલ્સે ૬ વિકેટના નુકસાન સાથે ૧૯.૨ ઓવરમાં ૧૯૧ રન ફટકારીને ચેઝ કરી દીધો હતો.
DC ફ્રૅન્ચાઇઝીએ પહેલી વાર કોઈ T20 ટાઇટલ પોતાને નામે કર્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કૅપિટલ્સના નામથી રમતી આ ફ્રૅન્ચાઇઝી ક્યારેય કોઈ ટાઇટલ જીતી શકી નહોતી; પણ ડેવિડ વૉર્નર, સિંકદર રઝા, ગુલબદીન નાયબ, શાઇ હોપ અને રોવમૅન પોવેલ જેવા સ્ટાર્સે સાથે મળીને આ ફ્રૅન્ચાઇઝીને પહેલી વાર ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

