હમણાં સુધી કોઈ ક્રિકેટરનું આટલું ઊંચું કટઆઉટ બન્યું નથી
ધોનીનું ૧૦૦ ફીટ ઊંચું કટઆઉટ
ભારતને બે વર્લ્ડ કપ જિતાડી આપનાર ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે ૪૩મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. તેના કેટલાક તેલુગુ ફૅન્સે આ બર્થ-ડેને ખાસ બનાવી દીધો છે. હૈદરાબાદમાં ધોનીનું ૧૦૦ ફીટ ઊંચું કટઆઉટ તૈયાર કરવામાં આવ્યું છે. હમણાં સુધી કોઈ ક્રિકેટરનું આટલું ઊંચું કટઆઉટ બન્યું નથી, જેને કારણે તેલુગુ ફૅન્સનું આ પરાક્રમ સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યું છે.

