ઉત્તર પ્રદેશના બાગપતમાં એક યુવક સ્ટ્રે ડૉગને પકડી પરાણે એનું મોં ખોલીને એમાં દારૂ રેડતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. વિડિયોમાં યુવકે હાથમાં દારૂની બૉટલ પકડેલી છે.
કૂતરાને પરાણે દારૂ પિવડાવનારા યુવક પર પ્રાણીપ્રેમીઓનો ગુસ્સો ફાટ્યો
ઉત્તર પ્રદેશના બાગપતમાં એક યુવક સ્ટ્રે ડૉગને પકડી પરાણે એનું મોં ખોલીને એમાં દારૂ રેડતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. વિડિયોમાં યુવકે હાથમાં દારૂની બૉટલ પકડેલી છે. કોઈક બોલે છે કે કૂતરું ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે એટલે હવે એને દારૂ પિવડાવીને ગરમાટો લાવી દઈશું. એમ કહીને પરાણે ડૉગીનું મોં ખોલીને દારૂ રેડે છે. દારૂ પીવાથી કૂતરાની શું હાલત થઈ એ ખબર નથી પડતી, પરંતુ સ્ટ્રે ડૉગ સાથે આવી ક્રૂરતા કરવા બદલ પ્રાણીપ્રેમીઓમાં ગુસ્સો ફાટ્યો છે. પોલીસે આ યુવકની શોધ શરૂ કરી છે અને તેના પર પ્રાણીઓ પર ક્રૂરતા કરવા બદલ કેસ ચલાવવામાં આવશે એવું કહ્યું છે.


