Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૦ દિવસથી રાતે ઊંઘ નથી આવતી એવી ફરિયાદ લઈને રાતે ૧ વાગ્યે મહિલા પહોંચી ગઈ પોલીસ-સ્ટેશન

૧૦ દિવસથી રાતે ઊંઘ નથી આવતી એવી ફરિયાદ લઈને રાતે ૧ વાગ્યે મહિલા પહોંચી ગઈ પોલીસ-સ્ટેશન

Published : 19 November, 2026 01:22 PM | Modified : 19 November, 2026 01:25 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બહેને પોલીસ-ઇન્સ્પેક્ટરને કહ્યું કે મને ઊંઘ નથી આવતી, મારી ફરિયાદ લખો. પોલીસે પૂછ્યું, બોલો ફરિયાદ શું છે? તો બહેન કહે, મને ઊંઘ નથી આવતી એ ફરિયાદ છે. પોલીસે વાત ટાળી તો બહેન અકળાઈ ગયાં.

ઊંઘ માટે પોલીસમાં ફરિયાદ

અજબ ગજબ

ઊંઘ માટે પોલીસમાં ફરિયાદ


મધ્ય પ્રદેશના શિવપુરીમાં રહેતી એક મહિલા રવિવારે રાતે ૧ વાગ્યે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જઈ પહોંચી હતી. રાતના સમયે કોઈ મહિલા પોલીસ-સ્ટેશન પહોંચે એટલે મામલો કંઈક ગંભીર હોય એવો વિચાર આવવો સ્વાભાવિક છે, પરંતુ આ બહેનની સમસ્યા કંઈક જુદી જ હતી. બહેને પોલીસ-ઇન્સ્પેક્ટરને કહ્યું કે મને ઊંઘ નથી આવતી, મારી ફરિયાદ લખો. પોલીસે પૂછ્યું, બોલો ફરિયાદ શું છે? તો બહેન કહે, મને ઊંઘ નથી આવતી એ ફરિયાદ છે. પોલીસે વાત ટાળી તો બહેન અકળાઈ ગયાં અને કહે, ‘મને છેલ્લા ૧૦ દિવસથી રાતે ઊંઘ નથી આવતી એટલે સરકારી હેલ્પલાઇનમાં મદદ માગેલી, પણ હજી સુધી કોઈ સમાધાન મળ્યું નથી. તમે સરકારી હેલ્પલાઇન સામે ફરિયાદ લખો.’

ખૂબ શાંતિથી સમજાવવા છતાં બહેન માન્યાં નહીં એટલે પોલીસે આખરે તેમના પરિવારજનોને પોલીસ-સ્ટેશને બોલાવ્યા. શિવપુરી પોલીસે સોશ્યલ મીડિયા પર આ વિચિત્ર અનુભવ શૅર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 01:25 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK