Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વિશ્વનું સૌથી વૃદ્ધ પક્ષી, ઉંમર ૭૦ વર્ષ

વિશ્વનું સૌથી વૃદ્ધ પક્ષી, ઉંમર ૭૦ વર્ષ

Published : 15 December, 2022 11:13 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પક્ષીની ઓળખ સૌપ્રથમ ૧૯૫૬માં જ્યારે એણે ઈંડાં આપ્યાં ત્યારે થઈ હતી

વિઝડમ નામનું પક્ષી

Offbeat News

વિઝડમ નામનું પક્ષી


પૅસિફિક પ્રદેશના યુ. એસ. ફિશ ઍન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસ (યુએસએફડબ્લ્યુએસ) પૅસિફિક, વિભાગ યુએસએફડબ્લ્યુએસએ ટ્વિટર પર વિશ્વના સૌથી જૂના કે વયસ્ક મનાતા પક્ષી વિશે ફોટો સહિત માહિતી શૅર કરી છે. વિઝડમ નામનું આ પક્ષી લેસન અલ્બાટ્રોસ છે. જીવવિજ્ઞાનીઓના મતે એની ઉંમર ઓછામાં ઓછી ૭૧ વર્ષ છે. પક્ષીની ઓળખ સૌપ્રથમ ૧૯૫૬માં જ્યારે એણે ઈંડાં આપ્યાં ત્યારે થઈ હતી. આ દરિયાઈ પક્ષી પાંચ વર્ષની વય પહેલાં ઈંડાં આપતાં નથી. 


 વિશ્વનું સૌથી વૃદ્ધ મનાતું આ પક્ષી હાલમાં જ મિડવે એટોલ એ યુનાઇટેડ સ્ટેટ્સના ઇન્સ્યુલર વિસ્તાર મિડવે એટોલ ખાતે જોવા મળ્યું હતું. યુએસએફડબ્લ્યુએસ વિભાગ દ્વારા આ પક્ષી કેવી રીતે મળ્યું એની માહિતી આપવામાં આવી છે, જે મુજબ પરિચિત બૅન્ડ નંબર ધરાવતું આ પક્ષી માળો બનાવવાની મોસમમાં થૅન્ક્સગિવિંગ ડેના દિવસે જોવા મળ્યું હતું. એનો લાંબા સમયનો જોડીદાર જોકે હજી સુધી જોવા મળ્યો નહતો, જે ગયા વર્ષે પણ નહોતો દેખાયો. સામાન્યપણે નરપક્ષી બ્રીડિંગના સ્થળે સૌ પહેલાં આવી જતું હોય છે. વિઝડમ પક્ષી એકી સમયે ૫૦-૬૦ ઈંડાં આપે છે અને ૩૦ બચ્ચાં જીવનકાળ પૂર્ણ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2022 11:13 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK