Viral Video: વિદ્યાર્થી તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં છુપાવીને બૉયઝ હૉસ્ટેલની અંદર લઈ જઈ રહ્યો હતો. તે હૉસ્ટેલના ગેટમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સુટકેસ કોઈ વસ્તુ સાથે અથડાઈ અને અંદર રહેલી છોકરીએ ચીસો પાડી હતી. આ અવાજ સાંભળી સુરક્ષા ગાર્ડને શંકા ગઈ.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ગર્લ્સ હૉસ્ટેલમાં છોકરાઓ ગેરકાયદેસર રીતે પ્રવેશવાના તો બૉયઝ હૉસ્ટેલમાં છોકરીઓ ગેરકાયદેસર પ્રવેશવાના અનેક કિસ્સો સામે આવ્યા છે. તાજેતરમાં પણ એવો જ એક કિસ્સો હરિયાણામાં જોવા મળ્યો છે. જેમાં એક વિદ્યાર્થીએ પોતાની ગર્લ ફ્રેન્ડને એવા વિચિત્ર રીતે છુપાવીને તેના હૉસ્ટેલમાં લાવી છે કે લોકો એકદમ ચોંકી ગયા છે. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હરિયાણાના સોનીપતમાં સ્થિત ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના એક કિસ્સાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. અહીં એક વિદ્યાર્થીએ તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં બંધ કરીને છૂપી રીતે બોયસ હૉસ્ટેલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા કર્મચારીઓની સતર્કતાને કારણે તે રંગે હાથે પકડાઈ ગયો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે હૉસ્ટેલના ગેટ પર તહેનાત સુરક્ષા ગાર્ડને સુટકેસમાંથી એક વિચિત્ર અવાજ સંભળાયો.
ADVERTISEMENT
વિદ્યાર્થી તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં છુપાવીને બૉયઝ હૉસ્ટેલની અંદર લઈ જઈ રહ્યો હતો. તે હૉસ્ટેલના ગેટમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સુટકેસ કોઈ વસ્તુ સાથે અથડાઈ અને અંદર રહેલી છોકરીએ ચીસો પાડી હતી. આ અવાજ સાંભળી સુરક્ષા ગાર્ડને શંકા ગઈ અને તેણે તરત જ સૂટકેસની તપાસ કરી. સૂટકેસ ખોલતાની સાથે જ અંદરથી એક છોકરી બહાર આવી, જે છોકરાની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે.
View this post on Instagram
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હૉસ્ટેલની લૉબીમાં છોકરીને સૂટકેસમાંથી બહાર કાઢવામાં આવતી જોઈ શકાય છે. વીડિયોમાં હૉસ્ટેલના ગાર્ડ અને કેટલાક અન્ય લોકો હાજર છે, જેઓ આ ઘટનાને પોતાના ફોનમાં રેકોર્ડ કરી રહ્યા હતા. આ ઘટના પછી, યુનિવર્સિટી વહીવટીતંત્રે મીડિયા કૅમેરાથી અંતર જાળવી રાખ્યું હતું અને આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું ન હતું. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી પ્રશાસને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને બન્ને વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.
આ પહેલી વાર નથી જ્યારે ઓપી જિંદાલ યુનિવર્સિટી વિવાદમાં આવી હોય. અગાઉ ફેબ્રુઆરી 2025 માં, રેગિંગનો એક મામલો પ્રકાશમાં આવ્યો હતો જેમાં છ સિનિયર વિદ્યાર્થીઓએ એક જુનિયર વિદ્યાર્થીને બેલ્ટથી માર માર્યો હતો, ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.
યુપીમાં પણ ગજબ કિસ્સો
ઉત્તર પ્રદેશના અલીગઢમાં અનીતાદેવી નામની મહિલા પોતાની જ દીકરીના થનારા પતિ સાથે ચક્કર ચલાવીને તેની સાથે ભાગી ગઈ એ કિસ્સો ચર્ચામાં છે. દીકરી શિવાનીનાં લગ્ન રાહુલ નામના છોકરા સાથે થવાનાં હતાં. લગ્નની કંકોતરી છપાઈ ચૂકી હતી અને લગ્નને જસ્ટ ૯ જ દિવસ બાકી હતા ત્યારે રાહુલ અને અનીતાદેવી ભાગી ગયાં. આ પછી દીકરી શિવાનીએ મા સાથે છેડો ફાડી નાખ્યો છે અને પિતા જિતેન્દ્રએ પણ પોલીસને કહ્યું છે કે એક વાર અનીતાદેવીને પકડીને પરિવાર સામે લાવે. અનીતા અને તેનો જમાઈ અત્યારે ઉત્તરાખંડમાં છે એવું કહેવાય છે. શિવાની અને રાહુલનાં લગ્ન ૧૭ એપ્રિલે થવાનાં હતાં. એ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. જોકે એ દરમ્યાન રાહુલની પોતાની થનારી સાસુ અનીતા સાથે વાતચીત વધતી ચાલી. બન્ને વચ્ચે કલાકો સુધી વાતો થતી. નવાઈની વાત એ હતી કે રાહુલને તેની થનારી પત્ની શિવાની સાથે વાત કરવામાં રસ નહોતો. ક્યારે બન્ને એકમેકના પ્રેમમાં પડી ગયા એની પરિવારજનોને ખબર જ ન પડી. લગ્ન આડે નવ દિવસ બાકી હતા ત્યારે ઘરમાં લગ્ન માટે રાખેલાં પાંચ લાખનાં ઘરેણાં અને સાડાત્રણ લાખ રૂપિયા લઈને અનીતા અને રાહુલ ફરાર થઈ ગયાં. દીકરીનું કહેવું છે કે તેની મા આખા ઘરને ફંફોસીને જેટલું હતું એ બધું જ લઈ ગઈ છે એટલું જ નહીં, જિતેન્દ્રએ થનારા જમાઈ રાહુલને ફોન કર્યો ત્યારે રાહુલે તેમને ધમકાવી નાખ્યા, ‘તેની સાથે વીસ વર્ષ રહી લીધુંને, હવે તેને ભૂલી જાઓ. બીજી વાર ફોન ન કરતા.’

