ઇન્સ્ટાગ્રામ પર videonation.teb અકાઉન્ટ પરથી એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને સૌકોઈને હસવું આવી રહ્યું છે.
યુવકે ફ્લાઇટમાં કહ્યું, વિન્ડો ખોલો, મારે ગુટકા થૂંકવો છે
આજકાલ ફ્લાઇટ સંબંધી ઘણી ઘટના બની રહી છે, પણ અહીં તો આપણે એક મજેદાર ઘટનાની જ વાત કરવાની છે. ઇન્સ્ટાગ્રામ પર videonation.teb અકાઉન્ટ પરથી એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને સૌકોઈને હસવું આવી રહ્યું છે. વાસ્તવમાં એમાં જોવા મળ્યું હતું કે ફ્લાઇટમાં એક યુવક ઍરહોસ્ટેસને બોલાવે છે અને તેને પ્લેનની વિન્ડો ખોલવાનું કહે છે. તેની વાત સાંભળીને બધા હેરાન થઈ જાય છે. જોકે તેણે એનું કારણ આપતાં બધા હસવા માંડે છે. યુવકે કહ્યું કે ‘વિન્ડો ખોલો, મારે ગુટકા થૂંકવો છે.’ જોકે આ વિડિયોનો એન્ડ જોતાં ખ્યાલ આવે છે કે આ વ્યક્તિએ માહોલને હળવો કરવા માટે જ આ મજાક કરી હતી.

