Viral Video: આ છોકરીનું નામ તનુમિતા ઘોષ જે મિંત્રા ફેશન સુપરસ્ટારની વિજેતા છે. આ સાથે તે એક સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર પણ છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા)
સોશિયલ મીડિયાના યુગમાં ક્યારે કોણ અને કેવી રીતે પોપ્યુલર બની જશે તે કહી શકાય નહીં. આવા લોકો રાતોરાત પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. ક્યારેક કોઈ એક સાથે ચાર મહિલાઓ લગ્ન કરવાનો ડોળ કરે છે તો ક્યારેક પબ્લિક પ્લેસ પર કોઈ અશ્લીલ હરકત કરીને સોશિયલ મીડિયા પર ફેમ મેળવે છે. હાલમાં સોશિયલ મીડિયા (Viral Video) પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી મુંબઈના રસ્તા પર ટુવાલમાં લપેટીને ફરી રહી છે અને ત્યાં રહેલા દરેક લોકો તેની સામે જોઈ રહ્યા છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં એક છોકરી માત્ર ટુવાલમાં લપેટી મુંબઈની સડકો પર ફરતી જોવા મળી રહી છે. આ પછી તેણે પોતાનો ટુવાલ કાઢી નાખ્યો. આ વીડિયોને જોઈને લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.
મુંબઈના રસ્તા પર એક યુવતી માત્ર ટુવાલ પહેરીને નિર્ભયપણે ફરી રહી છે. આ છોકરીનું નામ તનુમિતા ઘોષ જે મિંત્રા ફેશન સુપરસ્ટારની વિજેતા છે. આ સાથે તે એક સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર પણ છે. તનુમિતાને ઈન્સ્ટાગ્રામ (Viral Video) પર 37 હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ વીડિયો મુંબઈનો હોવાનું કહેવાય છે. તનુમિતા ઘોષ મુંબઈના રસ્તાઓ પર ગુલાબી ટુવાલ પહેરીને ઘરની બહાર આવી છે અને બધા જ લોકો તેને જોઈને એકદમ દંગ રહી જાય છે. આગળ તે બસ સ્ટેન્ડ થઈને એક દુકાન તરફ જાય છે, ક્યારેક સોસાયટીની સામેની બેન્ચ પર બેસે છે, પછી અચાનક દોડીને વાળમાં બાંધેલો ટુવાલ ચાર છોકરાઓની સામે ફેંકી દે છે, અને પછી તે તેના શરીર પર વીંટળાયેલો ટુવાલ પણ ફેંકી દેય છે, પરંતુ ઘોષે ટુવાલના અંદર એક પીળા રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે.
ADVERTISEMENT
View this post on Instagram
સોશિયલ મીડિયા પર તનુમિતા ઘોષના વીડિયોને (Viral Video) જોઈને હવે એવો સવાલ એ થાય છે કે આવો ડ્રામા કરવાની શું જરૂર છે? આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં `તૌબા-તૌબા` ગીત પણ વાગી રહ્યું છે. પોસ્ટના કેપ્શનમાં ઘોષે લખ્યું છે કે મુંબઈના લોકો મને જોઈને કદાચ `તૌબા-તૌબા` કહી રહ્યા છે”. પરંતુ શું આ રીતે રસ્તાઓ પર નીકળવું ઠીક છે? કોઈ રસ્તો નથી. આ સાથે તનુમિતાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવાનું કારણ જણાવ્યું હતું. આ વીડિયો હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને અત્યાર સુધીમાં 10 લાખ વ્યુઝ મળ્યા છે. તે જ સમયે, હજારો લોકોએ તેને લાઇક અને શૅર કર્યો છે અને હાજરો કમેન્ટ્સ પણ કરી છે. કેટલાક યુઝર્સે આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે.