Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મોમોઝ બહુ ભાવે છે? એક વાર આ ફોટો જોઈ લો

મોમોઝ બહુ ભાવે છે? એક વાર આ ફોટો જોઈ લો

10 September, 2024 03:42 PM IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જબલપુરનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર વહેતો થયો છે એમાં મોમોઝ બનાવવા માટેનો લોટ એક યુવક પગથી ગૂંદી રહ્યો છે

મોમોઝ બહુ ભાવે છે? એક વાર આ ફોટો જોઈ લો

મોમોઝ બહુ ભાવે છે? એક વાર આ ફોટો જોઈ લો


મોમોઝની રેંકડીઓ હવે ઠેકઠેકાણે જોવા મળે છે અને મોમોઝ ખાવા માટે લોકો તૂટી પડતા હોય છે, પરંતુ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલો એક વિડિયો જોયા પછી મોમોઝ ખાવાનું તો ઠીક, જોવાનું પણ મન નહીં થાય. જબલપુરનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર વહેતો થયો છે એમાં મોમોઝ બનાવવા માટેનો લોટ એક યુવક પગથી ગૂંદી રહ્યો છે. બાવીસ સેકન્ડના આ વિડિયોએ વહીવટી તંત્ર અને પોલીસ બન્નેને દોડતાં કરી દીધાં છે, કારણ કે લોકોમાં ભારે રોષ ફેલાયો છે એટલે મોમોઝ બનાવવા માટે સ્વચ્છતા કે સફાઈનું કોઈ જ ધ્યાન રખાતું નથી. લોકોએ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને વિડિયોના આધારે યુવકની ઓળખ કરી લીધી છે. પોલીસે પગથી લોટ ગૂંદતા રાજકુમાર ગોસ્વામી અને સચિન ગોસ્વામીને અટકાયતમાં લીધા છે. જોધપુરના બન્ને યુવક પોલીસ-સ્ટેશન પાસે જ મોમોઝ વેચતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2024 03:42 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK