Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકામાં યોજાઈ ઝાડ પર ચડવાની સ્પર્ધા, બાવીસ દેશોના ૧૦૦ નિષ્ણાતોએ લીધો ભાગ

અમેરિકામાં યોજાઈ ઝાડ પર ચડવાની સ્પર્ધા, બાવીસ દેશોના ૧૦૦ નિષ્ણાતોએ લીધો ભાગ

Published : 12 October, 2026 12:23 PM | IST | Missouri
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સ્પર્ધામાં લોકોએ ઝડપથી ઝાડ પર ચડીને ડાળીઓના છેવાડે બાંધેલી ઘંટડીઓ વગાડવાની હતી

આ વર્ષે સ્પર્ધાનું ૫૦મું વર્ષ હતું

અજબ ગજબ

આ વર્ષે સ્પર્ધાનું ૫૦મું વર્ષ હતું


શહેરીકરણ વધતું ગયું છે ત્યારથી બાળપણમાં વૃક્ષો પર ચડવાની મજા પણ મળતી નથી. જોકે અમેરિકાના સેન્ટ લુઇના એક પાર્કમાં ઝાડ પર ચડવાની ચૅમ્પિયનશિપનું આયોજન થયું હતું. ૯ ઑક્ટોબરથી ૧૧ ઑક્ટોબર સુધી ૩ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં માત્ર અમેરિકાના જ લોકો નહીં, દેશ-વિદેશથી ઝાડ પર ચડવાના એક્સપર્ટ્‍સ આવ્યા હતા. આ સ્પર્ધામાં લોકોએ ઝડપથી ઝાડ પર ચડીને ડાળીઓના છેવાડે બાંધેલી ઘંટડીઓ વગાડવાની હતી. ડાળીઓની વચ્ચે છુપાવેલાં ડમી જાનવરોને પણ તેમણે શોધવાનાં હતાં. આ વૃક્ષો ૮૦થી ૧૦૦ ફુટ ઊંચાં હતાં. એમાં ઝાડ પર ચડનારા સ્પર્ધકોએ ઝડપથી ચડવાનું હતું અને આજુબાજુની ડાળીઓ પર મૂકેલી ઘંટડીઓ વગાડીને ડમી ચીજો શોધવાની હતી.



૧૯૭૬ની સાલથી અહીં વૃક્ષો ચડવાની સ્પર્ધા થાય છે. આ વર્ષે સ્પર્ધાનું ૫૦મું વર્ષ હતું. 


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 12:23 PM IST | Missouri | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK