મધુસ્મિતા જેના દાસે સુંદર લાલ રંગની સંબલપુરી સિલ્ક સાડી અને ઑરેન્જ સ્નીકર્સ પહેરીને ૪ કલાક અને ૫૦ મિનિટમાં ૪૨.૫ કિલોમીટરની મૅરથૉન દોડ પૂર્ણ કરી હતી
Offbeat
મધુસ્મિતા જેના દાસ
બ્રિટનના મૅન્ચેસ્ટરમાં રવિવારે યોજાયેલી મૅરથૉનમાં યુકેની રહેવાસી ઓડિયાની ૪૧ વર્ષની મધુસ્મિતા જેના દાસે સુંદર લાલ રંગની સંબલપુરી સિલ્ક સાડી અને ઑરેન્જ સ્નીકર્સ પહેરીને ૪ કલાક અને ૫૦ મિનિટમાં ૪૨.૫ કિલોમીટરની મૅરથૉન દોડ પૂર્ણ કરી હતી. એક ટ્વિટર યુઝરે મૅરથૉનના ફોટો શૅર કર્યા છે, જેમાં મધુસ્મિતા દાસે અન્ય સ્પર્ધકો સાથે દોડમાં ભાગ લીધો હતો. ફોટો સાથેના ટ્વીટમાં જણાવાયું છે કે સાડી પહેરીને દોડવાની તેની ચેષ્ટાને બિરદાવવામાં આવી છે. મધુસ્મિતાને સાડીમાં એકદમ આરામથી સહજ રીતે દોડતી જોઈ શકાય છે. ટ્વિટરની પોસ્ટના કૅપ્શનમાં લખાયું છે કે મધુસ્મિતાએ અનેક મૅરથૉનમાં ભાગ લીધો છે પરંતુ તેની છેલ્લી દોડથી તેણે યુકેમાં ઓડિયા સમાજનું માન વધાર્યું છે. ટ્વિટરની પોસ્ટ પર અનેક પ્રતિભાવ મળ્યા છે.