૧૨ ડિસેમ્બરે સ્પેનના લા ગોમેરા ટાપુથી હલેસાં મારતી બોટ સાથે પ્રવાસ શરૂ કર્યો હતો
Offbeat
જોડિયા ભાઈઓનું ગ્રુપ
જોડિયા ભાઈઓનું ગ્રુપ ઍટલાન્ટિક મહાસાગરમાં ૩૦૦૦ માઇલનો પ્રવાસ પૂરો કરનાર પ્રથમ ગ્રુપ બન્યું છે. બ્રિટનના ચાર યુવકોએ યુકેની વિવિધ ચૅરિટી સંસ્થાઓ માટે ૧ લાખ પાઉન્ડ (અંદાજે ૧ કરોડ રૂપિયા) ભેગા કર્યા હતા. ૨૬ વર્ષના જોડિયા ભાઈઓ જૅક અને હમિશ ફ્રેન્ડ અને તેમના નાના ભાઈઓ ૨૪ વર્ષના યુઆન તથા આર્થર ફ્રેન્ડે ૧૨ ડિસેમ્બરે સ્પેનના લા ગોમેરા ટાપુથી હલેસાં મારતી બોટ સાથે પ્રવાસ શરૂ કર્યો હતો. તેમણે પોતાની ટીમને ફ્રેન્ડશિપ નામ આપ્યું હતું અને કુલ ૪૩ ટીમ પૈકી ત્રીજા ક્રમાંકે આવ્યા હતા. વળી તેમણે અગાઉ ક્યારેય આવી દરિયાઈ મુસાફરી ખેડી નહોતી. ચાર ભાઈઓ શનિવારે એન્ટિગાના કૅરિબિયન ટાપુ નજીક પહોંચ્યા હતા. આ પ્રવાસ કરનાર તેઓ પહેલા ભાઈઓ બન્યા હતા. આ અગાઉ તેમણે માત્ર ૫૦ કલાકનો જ દરિયાઈ પ્રવાસ ખેડ્યો હતો. તેમણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ મેળવનાર રોવર ડંકન રૉય પાસેથી તાલીમ લીધી હતી.