લગ્ન માટે વાજતેગાજતે તોરણે પહોંચીને તોરણમારની વિધિ કરીને વરરાજા ઘોડી પર જ મંડપમાં જવા આગળ વધ્યો ત્યારે અચાનક તેણે ઘોડી પર જ માથું ઢાળી દીધું.
શેરવાની પહેરીને ઘોડી પર બેસીને જાન લઈને પરણવા જઈ રહેલા વરરાજાને ઘોડી પર જ હાર્ટ-અટૅક આવતાં અચાનક મોત થવાથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
મધ્ય પ્રદેશના શ્યોપુરમાં એક લગ્નપ્રસંગમાં આઘાતજનક ઘટના બની હતી. વાજતેગાજતે શેરવાની પહેરીને ઘોડી પર બેસીને જાન લઈને પરણવા જઈ રહેલા વરરાજાને ઘોડી પર જ હાર્ટ-અટૅક આવતાં અચાનક મોત થવાથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
વરરાજા પ્રદીપ જાટ પોતાનાં લગ્નની બારાતમાં મિત્રો સાથે ડાન્સ કર્યા પછી ઘોડી પર બેઠો અને વરઘોડો આગળ વધ્યો. લગ્ન માટે વાજતેગાજતે તોરણે પહોંચીને તોરણમારની વિધિ કરીને વરરાજા ઘોડી પર જ મંડપમાં જવા આગળ વધ્યો ત્યારે અચાનક તેણે ઘોડી પર જ માથું ઢાળી દીધું. બે ઘડી તો કોઈને કશો ખ્યાલ ન આવ્યો, પણ પછી અચાનક પ્રદીપને કાંઈ થઈ રહ્યું છે એવું ધ્યાનમાં આવતાં બધા ઘોડી પરથી ઉતારીને તેને હૉસ્પિટલ લઈ ગયા, પણ ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. દુલ્હન સજીધજીને વરરાજાની રાહ જોઈ રહી હતી, પણ તેના મૃત્યુની
ખબર આવતાં તેના સહિત બધા રડી પડ્યાં હતાં.

