રિચર્ડ મિલ એક સ્વિસ વૉચમેકિંગ બ્રૅન્ડ છે જે એક્સક્લુઝિવ વૉચિસ બનાવવા માટે જાણીતી છે.
અજબગજબ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમ જ મોંઘી ઘડિયાળ
મુકેશ અંબાણીનો સૌથી નાનો દીકરો અનંત અંબાણી તાજેતરમાં પત્ની રાધિકા મર્ચન્ટ સાથે દેખાયો ત્યારે તેણે જે વૉચ પહેરી હતી એ બાવીસ કરોડ રૂપિયાથી વધુની કિંમતની હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, આ વૉચના જગતમાં માત્ર ત્રણ જ પીસ છે. બરફના ટુકડા જેવી દેખાતી આ વૉચના મૉડલનું નામ છે The Richard Mille RM 52-04 Skull Blue Sapphire. આ વૉચ સફાયર એટલે કે નીલમના સિંગલ પીસ પર બનાવવામાં આવી છે અને એના પર દરિયાઈ ચાંચિયાની ખોપડી અંકિત છે. રિચર્ડ મિલ એક સ્વિસ વૉચમેકિંગ બ્રૅન્ડ છે જે એક્સક્લુઝિવ વૉચિસ બનાવવા માટે જાણીતી છે.